Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

૧૪૪ બોટલ દારૂ ભરેલી કાર અને ૧૩૨ બોટલ સાથેની રિક્ષા પકડાઇ

ચુનારાવાડ અને ૮૦ ફુટ રોડ શેઠ હાઇસ્કૂલ પાસે દરોડા :થોરાળા પોલીસને જોઇ ચાલક કાર મુકી ભાગી ગયોઃ ભકિતનગર પોલીસે રિક્ષા સાથે મિલન પરમારને પકડ્યો

રાજકોટ તા. ૯:  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની અને મનોહરસિંહ જાડેજાએ દારૂબંધનો કડક અમલ કરાવવા આપેલી સુચના મુજબ બે દરોડામાં થોરાળા અને ભકિતનગર પોલીસે ૧,૦૬,૮૦૦નો દારૂ જપ્ત કર્યો છે.  થોરાળા પોલીસે રૂ. ૫૪ હજારનો ૧૪૪ બોટલ દારૂ ભરેલી ઇકો કાર કબ્જે કરી તેના ચાલક અને માલિકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ભકિતનગર પોલીસે ૫૨૮૦૦નો ૩૨ બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે એકને પકડી લીધો છે.

પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ ટીમના પીએસઆઇ કોટવાલ, હેડકોન્સ. મુકેશભાઇ ચરમટા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, વિજયભાઇ મેતા, દિપકભાઇ ડાંગર સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચુનારાવાડ-૧ નદી કાંઠે એક શખ્સ જીજે૩ડીએન-૮૪૨૭ નંબરની ઇકો કાર પોલીસને જોઇ રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતાં અંદરથી રૂ. ૫૪ હજારનો ૧૪૪ બોટલ દારૂ મળતાં તે જપ્ત કર્યો હતો. તેમજ ૧૮૫૦૦૦ની કાર પણ કબ્જે લીધી હતી. આ કાર કોની? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

બીજા દરોડામાં ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ શેઠ હાઇસ્કૂલ સામે બગીચા નજીકથી અટીકા શેરી નં. ૩માં રહેતાં મિલન ચંદુભાઇ પરમારને જીજે૩એઝેડ-૩૧૫૦ નંબરની રિક્ષામાં રૂ. ૫૨૮૦૦નો ૧૩૨ બોટલ દારૂ રાખીને નીકળતાં પકડી લઇ દારૂ તથા રિક્ષા મળી ૯૨૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.  એસીપી બી. બી. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, કોન્સ.ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ દરોડો પાડ્યો હતો.

આજીડેમ પોલીસે ૨૪ બોટલ સાથે સાગર કોળીને પકડ્યો

જ્યારે આજીડેમ પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરી હેઠળ હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ નેચડા, જયદિપસિંહ બોરાણા સહિતે ભીચરી રોડ રાંદરડા તળાવના ગેઇટ પાસેથી સાગર કિશોરભાઇ રાઠોડ (ઉ.૨૩-રહે. ચુનારાવાડ-૩)ને રૂ. ૧૨૪૮૦ના ૨૪ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

દારૂ પી વાહન હંકારતા કિરો અને આનંદ પકડાયા

લક્ષ્મીવાડી કવાર્ટર બ્લોક નં. ૧૬માં રહેતાં કિરીટ ઉર્ફ કિરો કરસનભાઇ પરમાર (ઉ.૩૯)ને આનંદ બંગલા ચોકમાંથી દારૂ પીધેલી હાલતમાં જીજે૩એકે-૩૧૬૬ નંબરનું બાઇક હંકારીને નીકળતાં એએસઆઇ કે. કે. માઢકે પકડ્યો હતો. જ્યારે રૂખડીયાપરા નકલંકપરાના યુનુસ હમીરભાઇ હાલા (ઉ.૪૦)ને દારૂ પી બાઇક નં. જીજે૩જેપી-૭૯૧૭ હંકારી જામટાવરમાંથી નીકળતાં પ્ર.નગરના જયેન્દ્રસિંહ પરમારે પકડ્યો હતો.

(3:47 pm IST)