Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સાત હનુમાન પાસે બંધ ટ્રક પાછળ કાર અથડાઇઃ સુરતના બે પટેલ બંધુ અને બંનેના પુત્રોને ઇજા

મુળ અમરેલીના હાલ સુરત રહેતાં લાલજીભાઇ વઘાસીયા, તેમના પુત્ર મિતેષભાઇ, નાના ભાઇ ભાઇ ભુપતભાઇ, તેના પુત્ર રાકેશભાઇને ઇજાઃ સિવિલમાં ખસેડાયાઃ મિતેષભાઇને ગંભીર ઇજા

રાજકોટ તા. ૯: કુવાડવા રોડ પર સાત હનુમાન પાસે સવારે બંધ ટ્રક પાછળ કાર અથડાતાં કારમાં બેઠેલા મુળ અમરેલીના હાલ સુરત સ્થાયી થયેલા પટેલ વૃધ્ધ, તેમના પુત્ર, નાના ભાઇ અને ભત્રીજાને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં એકને ગંભીર ઇજા પહોંચી છે.

જાણવા મળ્યા મુજબ સુરત એ. કે. રોડ પર અંકુર સોસાયટીમાં રહેતાં લાલજીભાઇ ખોડાભાઇ વઘાસીયા (ઉ.૬૫), તેમના પુત્ર મિતેષભાઇ લાલજીભાઇ વઘાસીયા (ઉ.૩૮), નાના ભાઇ ભુપતભાઇ ખોડાભાઇ વઘાસીયા (ઉ.૫૩), તેનો પુત્ર રાકેશ ભુપતભાઇ વઘાસીયા (ઉ.૨૮) સુરતથી તેમના વતન અમરેલી જવા ગત સાંજે કાર મારફત નીકળ્યા હતાં. રાજકોટમાં થોડુ કામ હોઇ સવારે રાજકોટના નવાગામ સાત હનુમાન નજીક પહોંચ્યા ત્યારે કાર બંધ ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતાં ચારેયને ઇજા થઇ હતી.

જેમાં કાર ચાલક રાકેશભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી. બાકીના ત્રણને દાખલ કરાયા હતાં. મિતેષભાઇને ગંભીર ઇજા પહોંચી છે. રાકેશભાઇના કહેવા મુજબ પોતે કાર ચલાવતાં હતાં. એક ટ્રકની સાઇડ કાપી આગળ જતાં આગળ બીજો ટ્રક બંધ ઉભો હોઇ તેની પાછળ કાર અથડાઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત ભુપતભાઇ હીરાનું કામ કરે છે. તે બે ભાઇમાં નાના છે અને સંતાનમાં એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના હરેશભાઇ રત્નોતરે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:53 am IST)