Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

૮પ% પેટ્રોલિયમ પ્રોડકટના સ્થળે ફાયર N.O.C. નથી !!

મ.ન.પા. અને પેટ્રોલિયમ પ્રોડકટ વેપારીઓ સાથેની બેઠકમાં ખૂલી ચોકાવનારી વિગતો : પેટ્રોલિયમના વેચાણના ૪ સ્થળે. ધૂળની ડોલ પણ ખાલી જોવા મળીઃ આગ બુઝાવવામાં ફાયર એકસ્ટીમ્બ્યુસરના બાટલા પણ ખાલીઃ મ.ન.પા.ના સર્વેમાં વેપારીઓની બેદરકારી જોવા મળી

રાજકોટ તા.૯ : શહેરમાં પેટ્રોલિયમ પ્રોડકટનું વેચાણ કરતા લોકો પાસે ફાયર એન.ઓ.સી. છે કે કેમ  ? અને શુકામ નથી લેવાયુ ? તે બાબતની ચર્ચા-વિચારણા માટે મ.ન.પા. અને પેટ્રોલિયમ પ્રોડકટના વેપારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં ૮પ% લોકો પાસે ફાયર એન.ઓ.સી. નહી હોવાનું સ્વીકાર્યુ હતું.

એટલુજ નહી. ફાયર બ્રિગેડે કરેલા સર્વેમાં ૪ સ્થળોએ ફાયર સેફટીના હાથવગા સાધનો જેવા કે ધુળની ડોલ ખાલી ફાયર એકસ્ટીમ્બ્યુસરના બાટલા પણ ખાલી જોવા મળ્યા હતા આમ ફાયરસેફટી માટે પેટ્રોલીયમ પ્રોડકટના સ્થળે ભારે બેદરકારી જોવા મળેલ.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ પેટ્રોલ પમ્પ સંચાલકે પેટ્રોલિયમ પ્રોડકટ ડીલરો સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓને ફાયર એન.ઓ.સી. બાબતે પુછવામં આવતા ૮પ% વેપારીઓ પાસે કાંતો એન.ઓ.સી.નહી હોવાનું અથવા તો એન.સો.સી. હોય તો રિન્યુ નહી કરાયાનું સ્વીકાયુંર્ હતું.

તેવીજ રીતે ફાયર બ્રિગેડે કરેલા સર્વે દરમિયાન ૪ સ્થળોએ પેટ્રોલિયમ વેચાણના સ્થળે ધુળ ભરેલી ડોલના બદલે ખાલી ડોલ અને આગ બુઝાવવા માટેના ફાયર એકસ્ટીમ્યુસરમાં પણ લીકવીડ નહી હોવાનું  અને ખાલી બાટલા હોવાનું જોવા મળ્યું હતું.

આમ પેટ્રોલિયમ પ્રોડકટના વેચાણ સ્થળો ત્થા પેટ્રોલ પમ્પમાં ફાયર સેફટી મુદ્ે જબરી બેદરકારી ખુલવા પામી હતી.

(3:54 pm IST)