Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોના સામે રસીકરણ યુધ્ધના ધોરણે વધારો

નવ નિયુકત યુવા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને 'માવાણી દંપતિ'એ ટીમના મેમ્બરો સાથે રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઇને હૃદયપૂર્વક પ્રાર્થના કરેલ હતી કે, 'કોવિડની ત્રીજી લહેર ભારતમાં આવવાના સંજોગો મજબુત હોવાની જાહેરાત 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુ.એચ.ઓ)' એ કરેલ છે. આવા સંજોગોમાં કોવિડની ત્રીજી લહેરને ઘાત બનતી રોકવા -કોવિડ રસીકરણ અતિ આવશયક અને જરૂરી છે. સર્વને મફત રસીકરણ તુરંત શરૂ કરવી જરૂરી છે. તેવી ભારપૂર્વકની રજુઆત 'માવાણી દંપતિ'ની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. 'માવાણી દંપતિ' દ્વારા કલેકટરશ્રીનું શાલ ઓઢાડી, હોરતોરા અને મોં મીઠુ કરી સન્માન કરવામાં આવેલ. શ્રીમતી રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, કૂ.પૂર્વિબેન દવે, શ્રીમતી દિપાબેન કોરાટ, જી.એન. ગગલાણી, અશ્વિનભાઇ વિઠલાણી, મનોજભાઇ કોટડીયા, દિલીપકુમાર જૈના વિગેરે પ્રતિનિધી મંડળમાં જોડાયા હતા.

(3:15 pm IST)