Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

શહેરમાં કાલે વેકિસન અપાશેઃ બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટને ૮ હજાર ડોઝ મળ્યાઃ ૮૦ સેશન સાઇટ પર રસીકરણ : કુલ આંક ૪૨,૭૫૭એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૨૦૧ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૭૦ ટકા થયો

રાજકોટ તા.૮: રાજય સરકારની ગાાઇડ લાઇન મુજબ રાજકોટ સહિત સમ્રગ ગુજરાતમાં ત્રણ દિવસ વેકિશનેશનની કામગીરી બંધ રહ્યા બાદ આવતી કાલે શહેરનાં ૮૦ સેશન સાઇટ પર નાગરીકોને રસી આપવામાં આવશે. સરકાર દ્વારા ૮ હજાર ફાળવવામાં આવ્યા હોવાનું મ.ન.પા તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ છે. શહેરમાં  આજે બપોર સુધીમાં ૨ કેસ નોંધાયા છે.

રાજયનાં આરોગ્ય વિભાગે બુધવારે મમતા દિવસનું બહાનુ કાઢીને રસીકરણ બંધ કરવા નિર્ણય લીધો હતો. તે દિવસે એક પણ જિલ્લા કે મહાનગરને સ્ટોક મળ્યો ન હતો અને અચાનક બીજા દિવસે એટલે કે ગુરુવાર અને આજે શુક્રવારે પણ રસીકરણ બંધ રહેશે તેવી જાહેરાત કરી દેવાઇ હતી. સમગ્ર રાજયમાં ફરી આવતીકાલે રસીકરણ ચાલુ કરવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે મહાનગરો કે જીલ્લામાં ૧.૩૩ લાખ ડોઝ ફાળવવામાં આવ્યા છે.

મ.ન.પા. તંત્રનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ ત્રણનાં વિરામ બાદ આવતીકાલે ફરી શહેરનાં ૮૦ સેશન સાઇટ પર શહેરનાં નાગરીકોને રસી આપવામાં આવશે. સરકાર દ્વારા રાજકોટ શહેરને ૮ હજાર ડોઝ ફાળવવામાં આવ્યા છે.

બપોર સુધીમાં શુન્ય કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૬૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૨૦૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે ૨૭૨૧ કુલ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૨૨ ટકા થયો  હતો. જયારે ૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૨,૧૩,૮૭૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૬૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૨ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૦ ટકા એ પહોંચ્યો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૭૫  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:09 pm IST)