Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

શહેરમાં સ્માર્ટ સીટી-રિવર ફ્રન્ટ-ઓવરબ્રીજ વગેરે વિકાસ કામોની વિજયભાઇ સમીક્ષા કરશે

પદાધિકારીઓની ગાંધીનગર મુલાકાતનું સત્તાવાર કારણ

રાજકોટ તા. ૯ :  શહેરમાં સ્માર્ટ સીટી, રિવર ફ્રન્ટ અને ઓવરબ્રિજ સહિતનાં પ્રોજેટકની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરનાર હોવાનું સતાવાર કારણ પદાધિકારીઓએ જણાવ્યુ હતુ. આ સમીક્ષા બેઠકમાં બપોરે ગાંધીનગર જવા મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ, ભાજપ પ્રદેશ અગ્રણી  નીતીનભાઇ ભારદ્વાજ, સ્ટે.કમિટિ ચેરમેન ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ રવાના થયા હતા.

(4:05 pm IST)