Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કલેકટર દ્વારા ફલેગ ઓફ યુનિટીના વર્લ્ડ રેકોર્ડને આખરે માન્યતા...

રાજકોટ :.. શહેરમાં યોજાયેલ ર૬ મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે જીલ્લા કલેકટરે વર્લ્ડ રેકોર્ડ સર્જતા ફલેગ ઓફ યુનિટીની જાહેરાત કરાઇ હતી, અને ૧૦ ફુટ લાંબો-પહોળો ફલેગ કલેકટર કચેરીમાં માત્ર ૪પ હજારથી વધુ કાગળો જોડી ૪ર દિવસમાં રાજપીપળાના શ્રીમતી જાડેજા દ્વારા બનાવાયો હતો, જેના પુરાવા - વીડીયો વિગતો કલેકટર તંત્ર દ્વારા ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસને મોકલવામાં આવ્યા હતાં, આખરે કલેકટર તંત્ર દ્વારા નિર્મીત  આ ફલેગ ઓફ યુનિટીને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા અપાઇ ગઇ છે, જેનું સટીફીકેટ આવી જતા કલેકટર શ્રી રૈમ્યા મોહને તે રજુ કર્યુ છે, ભારતનો શાન આ ત્રિરંગો એક કાચના બોકસમાં કલેકટર કચેરીમાં જ રખાયો છે, તસ્વીરમાં સર્ટિફીકેટ સાથે કલેકટર નજરે પડે છે.

(2:52 pm IST)