Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

વીજતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી : હવે માત્ર ૩૫ ગામો લાઇટ વિહોણા : બાકી સર્વત્ર લાઇટો ચાલુ

જો કે હજુ ૧૮૦૦ થાંભલા પડી ગયા હોય ટીમો ત્યાં દોડાવાઇ : ૬૬ ટ્રાન્સફોર્મર બદલાવાશે

રાજકોટ તા. ૯ : ભારે વરસાદે અનેક સ્થળે વીજ પૂરવઠો ખોરવાઇ ગયો હતો, પરંતુ વીજ તંત્ર અને કોન્ટ્રાકટરોની ટીમોએ યુધ્ધના ધોરણે કામગીરી કરી અજવાળા પાથરી દિધા છે.

આજે સવારના રીપોર્ટ મુજબ હવે સૌરાષ્ટ્ર-કચ્છના ૩૫ ગામોમાં અંધારપટ છે, આ ૩૫ ગામો જામનગર જિલ્લાના છે, અને ત્યાં પાણી ભરાયેલા હોય વીજ ટીમો પહોંચી શકી નથી. આજે પાણી ઓસર્યે ત્યાં પણ વીજ પૂરવઠો રાબેતા મુજબ કરી દેવાશે.

અધિકારી સૂત્રોએ જણાવેલ કે, એગ્રીકલ્ચરના ૧૩૫ સહિત હજુ ૧૩૯ ફીડર ટ્રીપીંગમાં છે, તો ૧૮૦૦ જેટલા થાંભલા પડી ગયા હોય તે ઉભા કરવા ટીમો જે તે વિસ્તારમાં દોડાવાઇ છે, આ ઉપરાંત ૬૬ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા હોય સવારથી તે બદલાવાની કામગીરી ચાલુ છે.

(12:00 pm IST)