Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કપાસનો ભાવ ૧૫૫૯ રૂ.ની ટોચની સપાટીએ પહોંચતા ખેડૂતો ખુશખુશાલ

રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની ૫ હજાર મણની આવકઃ ડેનીમ કંપનીઓની ખરીદી નીકળતા ભાવમાં ઉછાળો

રાજકોટ તા. ૯ : રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસની પુરજોશમાં આવકો સાથે ભાવો પણ ઓલટાઇમ ૧૫૫૯ રૂ.ની ટોચની સપાટીએ પહોંચતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા.

રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડમાં આજે કપાસની ૫ હજાર મણની આવકો થઇ હતી અને કપાસ એક મણના ભાવ ૧૩૯૦થી ૧૫૫૯ રૂ.ની ટોચની સપાટીએ સોદા પડયા હતા. ગત સપ્તાહમાં કપાસ એક મણના ભાવ ૧૫૪૨ રૂ.ના ભાવે સોદા પડયા હતા. કપાસીયા અને રૂ.માં વ્યાપક લેવાલી નીકળતા અને હાજર માલની અછતના કારણે તેમજ કપાસમાં ડેનીમ કંપનીઓની લેવાલી નીકળતા કપાસના ભાવમાં જબ્બર ઉછાળો થયો છે. જો કે જરૂરીયાતવાળા મોટાભાગના ખેડૂતોએ કપાસ વેચી દિધો છે.

એક દસકા બાદ ખેડૂતોને કપાસના ઉંચા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. આગામી દિવસોમાં હજુ પણ કપાસના ભાવો વધે તેવી શકયતા છે.

(3:12 pm IST)