Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

કોઠારીયાની શિવધામ સોસાયટી-૨માંથી ૧૬ ભૂતિયા નળ ઝડપાયા

પાણી ચોરી અટકાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા સઘન ચેકીંગ

રાજકોટ તા. ૯ : શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા મ્યુ. કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વોર્ડ નં.૧૮ કોઠારીયામાં આવેલ શિવધામ સોસાયટી-૨ માં ચેકિંગ કરવામાં આવેલ હતું.ઙ્ગઆ ચેકીંગ દરમિયાન ૧૬ ભૂતિયા નળ કનેકશન ઝડપાયા હતા. આ તમામ કપાત કર્યા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.૧૮ કોઠારીયામાં આવેલ શિવધામ સોસાયટી-૨ માં પાણી ચેકીંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન ૧૬ ભૂતિયા નળ કનેકશન મળી આવતા તમામ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા, જેમાં કિશોરભાઈ અગ્રાવત, વિજુબેન બરોડીયા, દાનાભાઈ આહીર, ઇલાબેન પંડ્યા, જીતેન્દ્રભાઈ ખેરડીયા,  રમાબેન વ્યાસ, પોલાભાઈ સાંબડ, જીતુભાઈ રાવલ, પ્રવીણભાઈ મકવાણા, રામભાઈ સગર, સુરેશભાઈ ભટ્ટી, લક્ષ્મણભાઈ ગઢવી, ભીમરાવભાઈ મહાતુ, વિક્રમભાઈ ખીચી, રામ પ્રજાપતિ અને  મીનાબેન વિંધાણી આસમીઓનો સમાવેશ થાય છે.

આ સમગ્ર કાર્યવાહી ટીમ લીડર વોર્ડ નં. ૧૬ ના ઇન્ચાર્જ વોર્ડ ઇન્જી.  રાજેશભાઈ ટાંક, ભાવેશભાઈ રાવલ, મહેન્દ્રભાઈ પટેલ, કિશોરભાઈ વેકારોયા તેમજ ચેકિંગ ટીમના એસ.કે. ગુપ્તા, વી.સી.મુંધવા નીરજભાઈ રાજયગુરૂ, કૌશિકભાઈ ગોહેલ તેમજ વિજીલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:46 pm IST)