Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

રૂ.બે લાખ પ૪ હજારના ચેક રિટર્ન કેસમાં હાર્ડવેરના વેપારીનો નિર્દોષ - છૂટકારો

રાજકોટ તા. ૯: ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ નાં ગુન્હામાં આરોપી જેવલભાઇ ઠાકશીભાઇ રંગાણી ને એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી આર. બી. ગઢવીને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદી અમીતભાઇ રમેશભાઇ સુરાણી કે જે રાજકોટનાં ઓમ ઉદ્યોગનગરમાં ગજાનંદ એન્ટરપ્રાઇઝનાં નામથી હાર્ડવેરની પ્રોકટમાં ખીતી બનાવવાનું કામ કરે છે. તેઓએ રાજકોટના રોયલરાજ નામનાં કારખાનાનાં વેપારી જેવલભાઇ ઠાકરશીભાઇ રંગાણીને ધંધાનો માલ કટકે-કટકે વેચાણ કરેલ જેનું કુલ બીલ રૂ. ૩,૦૪,૩૩૦/- હતી જેમાંથી ફરીયાદીએ પ૦,૦૦૦/- મળી ગયેલ હોય જેથી રૂ. ર,પ૪,૩૩૦/-ની બાકી રકમ રહેતા તેઓએ આરોપીને રૂ. ર,પ૪,૦૦૦/-નો ચેક પોતાનાં બેંક ખાતામાં જમા કરાવતા તે ચેક ફંડ ઇન્સ્ફીશયન્ટનાં શેરા સાથે પરત થયેલ જેની ફરીયાદીએ તેમનાં વકીલ મારફતે આરોપીને નોટીસ મોકલાવેલ જે નોટીસનો કોઇ જવાબ ના આવતા ફરીયાદીએ કોર્ટમાં આરોપી જેવલભાઇ ઠાકરશીભાઇ રંગાણી સામે ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.

ત્યારબાદ આ કેસમાં ફરીયાદીની જુબાની લેવામાં આવેલ જેની ઉલટ તપાસમાં મહત્વની હકીકતો કોર્ટ સમક્ષ લાવેલ, અને પોતાની દલીલોને ધ્યાને લઇ આરોપી જેવલભાઇ ઠાકશીભાઇ રંગાણી ને રૂ. ર,પ૪,૦૦૦/-નો ચેક પરત ફરવાનાં ધી નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબનાં ગુન્હાનાં કામે નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે શ્રી રાજવેશ બી. ચાવડા તથા કે. બી. ચાવડા, જયોતી શુકલ, જીજ્ઞેશ યાદવ, ધારા મકવાણા, સોના જીવરાજાની, સ્વાતી પટેલ, નયના મઢવી, હેમા સોલંકી વિગેરે રોકાયેલા હતા.

(3:39 pm IST)