Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતાની સાથેજ કડક સુરક્ષાઃ કલેકટર રેમ્યા મોહન-નીતીન ભારદ્વાજ, મેયર પ્રદીપ ડવ ખડેપગે

રાજકોટ : આજે મોરબી-રાજકોટમાં કોરોનાની સ્થીતીની સમીક્ષા માટે મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દોડી આવ્યા હતા ત્યારે રાજકોટ એરપોર્ટ પર મૂખ્યમંત્રીશ્રીના આગમનની સાથેજ કડક સુરક્ષા વ્યવસ્થા તૈયારી કરી દેવાયેલ આ તકે કલેકટર રેમ્યા મોહન, પ્રદેશ ભા.જ.પ. કારોબારી સભ્ય નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, સહીતના પદાધિકારીઓ સતત મુખ્યમંત્રી સાથે રહી ખડેપગે રહ્યા હતા તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(4:12 pm IST)
  • કોરોના રોગચાળો હવે પર્યાવરણ માટે પણ મોટો ખતરો બની ગયો છે. કોરોનાથી બચવાના ઉપાયમાં સિંગલ યુઝ માસ્ક અને પીપીઇ કીટ સૌથી મહત્વપૂર્ણ છે. દરરોજ કરોડોની સંખ્યામાં તેનો ઉપયોગ રોજ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષિત રીતે નષ્ટ કરવા માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યું નથી. ખરાબ કે તૂટેલા માસ્ક વિશ્વભરમાં જમીન, સમુદ્ર અને નદીઓ માટે જોખમ બની ગયા છે. તબીબી કચરા તરીકે તેનો નાશ કરવાને બદલે, તેને ક્યાંય પણ ફેંકી દેવામાં આવી રહ્યા છે. access_time 10:04 pm IST

  • ઇંગ્લેન્ડ : એડિનબર્ગના ડ્યુક, પ્રિન્સ ફિલિપ, જેમણે 73 વર્ષ પહેલા રાણી એલિઝાબેથ સાથે લગ્ન કર્યા હતા, તેમનું આજે સવારે વિન્ડસર કેસલ ખાતે નિધન થયું છે. તેઓ 99 વર્ષના હતા. ઇંગ્લેન્ડમાં માતમ છવાયો access_time 4:58 pm IST

  • રાજકોટના મોટાભાગના વેપારી એસોસિએશનએ આવતીકાલથી શનિ અને રવિવારના રોજ, શહેરમાં કોરોના સંક્રમણ વધતા, તકેદારી રૂપે સ્વયંભૂ બધી મુખ્ય બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યાનું જાણવા મળે છે : વધુ વિગતો મેળવાય રહી છે... access_time 6:29 pm IST