Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ફરી બે કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા : લોકો ચિંતાતુર : ૬પ વર્ષના વૃદ્ધા અને ૩પ વર્ષના મહિલાને કોરોના પોઝીટીનો રિપોર્ટ : તંત્ર ઉંધા માથે

ભુજ નો એક સેમ્પલ પેન્ડિંગ : રાજકોટ શહેરમાં 12 અને જીલ્લામાં 1 મળીને હવે કુલ 13 કેસ કોરોના પોઝીટીવ : રાજ્યનો કોરોના સંક્રમિતો નો આકડો થયો 247

રાજકોટ: આજે કોરોના શંકાસ્પદ રાજકોટના 65 સહિત કુલ 66 રિપોર્ટ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરના જંગલેશ્વરમાં વિસ્તારમાં ગઇકાલે એક કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા બાદ આજે આજ શેરીમાં એટલે કે જંગલેશ્વર ર૭માં રહેતા જીલુબેન  સોમાભાઈ અદમાની  (૬૫ વર્ષ  )તથા આશિયાના બેન કુરેશી(35 વર્ષ) નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં જબરી દોડધામ મચી છે.

જ્યારે ભુજનો એક રિપોર્ટ પેન્ડિંગ છે. રાજકોટ શહેર - જિલ્લાનો કુલ આકડો 13એ પહોંચ્યો છે અને રાજ્યમાં હવે કોરોના સંક્રમિતો નો આકડો 247 થયો છે. લોકોમાં ઘેરી ચિંતા પ્રસરી છે.

(5:22 pm IST)