Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉનમાં લટાર મારવા નીકળેલા ૧૩૬ પકડાયાઃ ૩૪ વાહનો ડિટેઇન

રાજકોટ તા. ૯ : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન અમલમાં હોવા છતા જીલ્લામાં અલગ-અલગ સ્થળે લટાર મારવા નીકળેલા ૧૩૬ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા અને ૩૪ વાહનો ડિટેઇન કર્યા હતા.

રૂરલ એસ.પી.બલરામ મીણાએ જણાવ્યું હતું કે જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીઝ વસ્તુ સીવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખાના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિ લેતા માલિકો વિરૂદ્ધ જીલ્લામાં અલગ અલગ સ્થળે ૧૩૬ શખ્સો સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કાઇ છે. તેમજ જીલ્લામાં અલગ અલગ સ્થળે એમ.વી.એકટ ર૦૭ હેઠળ ૩૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

અત્યારના કામ સિવાય બહાર નીકળનાર શખ્સો સામે પોલીસ આકરી કાર્યવાહી કરશે તેમ અંતમાં એસ.પી.બલરામ મીણાએ જણાવ્યું હતું.

(3:44 pm IST)