Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ જિલ્લાના ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડના સંવેદનશીલ,અતિ સંવેદનશીલ ૫૭ પરીક્ષા કેન્દ્રો માટે તકેદારી અધિકારીઓની નિમણૂંક

તકેદારી અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર પર સતત હાજર રહી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષા સુચારૂ રીતે લેવાય તેનું નિરીક્ષણ કરશે

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૧૪ માર્ચ ૨૦૨૩ થી ૨૯ માર્ચ ૨૦૨૩ દરમિયાન ધો. ૧૦ અને ધો. ૧૨ (વિ.પ્ર./સા. પ્ર)ના રીપીટર/પૃથ્થક/ ખાનગી વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષા લેવાનાર છે. પરીક્ષાના સુચારૂ આયોજન અને સંચાલન માટે જિલ્લાના સંવેદનશીલ, અતિ સંવેદનશીલ તેમજ તકેદારી રાખવાના ૫૭ કેન્દ્રો ઉપર સંપૂર્ણ સમય માટે વર્ગ-૧ તથા વર્ગ-૨ કક્ષાના તકેદારી અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

તકેદારી અધિકારીઓ પરીક્ષા કેન્દ્ર પર સતત હાજર રહી કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પરીક્ષા સુચારૂ રીતે લેવાય તેનું નિરીક્ષણ કરશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ કે.બી.ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

   
(7:14 pm IST)