Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રામપર બેટીમાં વાડીએ ઝાડ માથે પડતાં જગદીશ ચોૈહાણનું મોત

ઝાડ કાપતી વખતે બનાવઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૯: કુવાડવા નજીકના રામપર બેટી ગામે વાડીએ ઝાડ કાપતી વખતે ઝાડ માથે પડતાં ગંભીર ઇજા થતાં યુવાનનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ રામપર બેટી ગામે રહેતો જગદીશભાઇ નરસીભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૮) મંગળવારે સાંજે પાંચેક વાગ્‍યે પોતાની વાડીએ ગુલમહોરનું ઝાડ નડતરરૂપ થતું હોઇ તે કાપી રહ્યો હતો ત્‍યારે ઝાડ તૂટીને માથે પડતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે કુવાડવાની ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ ધૂળેટીના દિવસે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્‍યુ પામનાર જગદીશભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ એ. કે. રાઠોડ અને કેશુભાઇએ  જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:55 pm IST)