Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

મા-બાપ, ભાઇ બહેન, પત્‍નિ સિધ્‍ધી મને માફ કરજો...ચિઠ્ઠી લખી જેતપુરમાં કપડાના વેપારીએ જિંદગી ટૂંકાવી લીધી

રૂદ્ર ફેશનવાળા ભાવીનભાઇ (રવિભાઇ) સાતાએ દૂકાનમાં જ ફાંસો ખાધોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: જેતપુરમાં રહેતાં અને રેડીમેઇડ કપડાનો વેપાર કરતાં યુવાને ચિઠ્ઠી લખ્‍યા બાદ પોતાની દૂકાનમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જેતપુરમાં દેસાઇ વાડી જુનાગઢ રોડ પર રહેતાં ભાવીનભાઇ (રવિભાઇ) અજયભાઇ સાતા (ઉ.વ.૨૯) નામના યુવાને જેતપુરમાં આવેલી પોતાની રૂદ્ર ફેશન નામની રેડીમેઇડ કપડાની દૂકાનમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં જેતપુર પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં મૃતદેહ ખસેડયો હતો. આપઘાત કરનાર ભાવીનભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. દોઢ વર્ષ પહેલા જ તેના લગ્ન સિધ્‍ધી નામની યુવતિ સાથે થયા હતાં.

પરિવારજનોએ પોલીસને કહ્યું હતું કે આપઘાત કરવું પડે તેવુ કોઇ ખાસ કારણ નહોતું. ભાવીનભાઇએ ચિઠ્ઠી લખી છે તેમાં મારા મા-બાપ મને માફ કરજો, મારા ભાઇ બહેન મને માફ કરજો, મારી પત્‍નિ સિધ્‍ધી મને માફ કરજે...લી. રવિ. એટલુ લખાણ છે. જેતપુર પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(4:54 pm IST)