Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

મોરબીના પીપળીયા ચાર રસ્‍તા પાસે રિક્ષાએ બાઇકને ઉલાળતાં યુવાનનું મોત

મુળ યુપીના રણજીત વર્માએ રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૮: મોરબીના પીપળીયા ગામે ચાર રસ્‍તા પાસે રહેતાં મુળ યુપીના યુવાનનું બાઇક અને રિક્ષાના અકસ્‍માતમાં મોત નિપજ્‍યું હતું.

પીપળીયા રહેતો રણજીત વિરેન્‍દ્રભાઇ વર્મા (ઉ.વ.૨૦) મંગળવારે સાંજે બાઇક હંકારીને પીપળીયા ચાર રસ્‍તાથી બુટાવદર રસ્‍તે જતો હતો ત્‍યારે રિક્ષાની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. પ્રારંભે અજાણ્‍યા દર્દી તરીકે દાખલ કરાયો હતો. મોરબી પોલીસની તપાસમાં તેની ઓળખ થઇ હતી. તે મુળ મહારાજપુર બલીયા યુપીનો વતની હતો અને મજૂરી કામ કરતો હતો. કામેથી ઘરે જતી વખતે બનાવ બન્‍યો હતો.

(4:52 pm IST)