Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રૂખડીયાપરામાં ઘર પાસે પાણી ઢોળવાની ના પાડતા રોશનબેન પર પાડોશીનો હુમલો

પાડોશી રાધા અને તેનો પુત્ર અંકીત સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૯ : રૂખડીયાપરામાં ઘર પાસે પાણી ઢોળવાની ના પાડવા જતા મહિલા પર ઘર સામે રહેતા માતા-પુત્રએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૂખડીયાપરા શેરી નં.૩માં રહેતા રોશનબેન સલીમભાઇ નધામરા (ઉવ.૪૨) સવારે ઘર પાસે હતા. ત્‍યારે ઘરની સામે રહેતી રાધા અને તેનો પુત્ર અંકીતને ઘર પાસે પાણી ઢોળવાની ના પાડતા બંને એ ઉશ્‍કેરાઇ જઇ રોશનબેન સાથે ઝઘડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી. આ બનાવ અંગે રોશનબેન નધામરાએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાધા અને તેના પુત્ર અંકિત સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:47 pm IST)