Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ધૂળેટી રમ્‍યા બાદ આજીડેમે મિત્ર સાથે એક્‍ટીવા ધોવા ગયેલા ધો-૧૨ના છાત્ર ધવલ ભદ્રાનું મોત

સંત કબીર રોડ ગોકુલનગરનો ૧૮ વર્ષિય યુવાન ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો : માસુમ વિદ્યાલયમાં ભણતો હતોઃ તેની સાથે ભણતાં અક્ષયનો બચાવઃ નજર સામે જ ઘટનાથી હતપ્રભ થઇ ગયો

રાજકોટ તા. ૮: શહેરમાં ધૂળેટીનું પર્વ ઘણા માટે કેટલાક લોકો માટે દુઃખદ નિવડયું હતું. સામા કાંઠે સંત કબીર રોડ ગોકુલનગરમાં રહેતો અને ધોરણ-૧૨માં ભણતો છાત્ર ધૂળેટી રમ્‍યા બાદ પોતાની જ સાથે ભણતા મિત્ર સાથે પોતાનું રંગવાળુ એક્‍ટીવા ધોવા માટે આજીડેમે જતાં ત્‍યાં વાહન ધોતી વખતે ડૂબી જતાં મોત નિપજ્‍યું હતું. નજર સામે જ ઘટના બનતાં સાથેનો મિત્ર હતપ્રભ થઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોકુલનગર-૫માં રહેતો ધવલ સુરેશભાઇ ભદ્રા (ઉ.વ.૧૮) ધૂળેટીના દિવસે મિત્રો સાથે રંગે રમ્‍યો હતો. એ પછી તે અને તેનો અન્‍ય મિત્ર અક્ષય કમલેશભાઇ આહિર (રહે. ભગીરથ સોસાયટી) બંને ધવલનું એક્‍ટીવા રંગવાળુ ભરાઇ ગયું હોઇ તે ધોવા માટે તેમજ પોતે પણ રંગાઇ ગયા હોઇ ન્‍હાવા માટે આજીડેમે ગયા હતાં. જૈન દેરાસર સામેના આજીડેમના ભાગે બંને એક્‍ટીવા સાથે પહોંચ્‍યા હતાં. જ્‍યાં એક્‍ટીવા ધોતી વખતે ધવલ ઉંડા પાણીમાં ગરક થવા માંડયો હતો. આ દ્રશ્‍ય જોઇ સાથી મિત્ર અક્ષય ગભરાઇ ગયો હતો. તેણે ધવલને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી નહોતી.ラબનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમના ઇમરાનભાઇ, મુકેશભાઇ રાઠોડ, રસિક થોરીયા, તાજસિંહ, અવિનાસભાઇ, વિનશભાઇ, વનરાજભાઇ સહિતે પહોંચી ધવલને બેભાન હાલતમાં બહાર કાઢયો હતો. ૧૦૮ના ઇએમટી અરવિંદભાઇએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં આજીડેમના હેડકોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડી. પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. ラમૃત્‍યુ પામનાર ધવલ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો અને માસુમ વિદ્યાલયમાં ધોરણ-૧૨માં ભણતો હતો. તેના પિતા બારદાનની મજૂરી કરે છે. બચી ગયેલો અક્ષય પણ ધવલની સાથે જ ભણે છે. એકના એક લાડકવાયાના મોતથી ભણશાલી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

તસ્‍વીરમાં ફાયર બ્રિગેડની ટીમ, ધવલનો નિષ્‍પ્રાણ દેહ અને તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે.

 

(4:44 pm IST)