Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં ફાયર સેફટી મોકડ્રીલ

રાજકોટઃ મહાનગર પાલિકા ફાયર અને ઇમરજન્‍સી સર્વિસીઝ દ્વારા શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગળતી માટે (૧) તા.૦૭/૦૩/૨૦૨૩ ના રોજ ડ્રીમ સિટી, રૈયા ધાર તથા  નક્ષત્ર એપાર્ટમેન્‍ટ, મેહુલ નગર - ૫, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર  બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.          ઉપરોક્‍ત ફાયર સેફટીની તાલીમ દરમ્‍યાન  હાઇરાઇઝ બિલ્‍ડીંગના ૯૦ રહેવાસીઓ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના સ્‍ટેશન એચ.પી.ગઢવી, લીડીંગ ફાયરમેન સંજય બાબરિયા, ફાયરમેન અજય ધાંધા, સંજય મુછાળડ્રાઇવર સંજય બામણીયા  સ્‍ટેશન ઓફીસર એ.કે.દવે, ફાયરમેન શૈલેષભાઈ મેર તથા ટ્રેનર સહિતના સ્‍ટાફ દ્વારા બિલ્‍ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્‍ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્‍યારે કઇ રીતે ઉપયોગ કરવો, પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

 

(4:37 pm IST)