Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

સંત જ્ઞાનેશ્વર સ્‍કુલ્‍સનો વાર્ષિકોત્‍સવ‘મણિયારો'

રાજકોટઃ અહિં પેડકરોડ ઉપર આવેલ શ્રી સંતજ્ઞાનેશ્વર સ્‍કુલ્‍સની શ્રી સંત જ્ઞાનેશ્વર વિદ્યાલય, રવિ વિદ્યાલય અને શ્રી યોગશ્વર વિદ્યામંદિર તેમજ શ્રી એમ.એચ.પટેલ હાઇસ્‍કુલના સંયુકત ઉપક્રમે તાજેતરમાં કેજીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ વાર્ષિક ઉત્‍સવઃ મણિયારો ૨૦૨૩ યોજાઇ ગયો.જેમાં બાળકોએ જુદી-જુદી ૧૮ જેટલી ઇવેન્‍ટ જેવીકે મેસેજ સોંગ, મા થીમ, મીકસ સોંગ, બાલગીત જેવી કૃતિઓ રજુ કરેલ

શાળાના ટ્રસ્‍ટી રવિભાઇ શેખ, પ્રભાબેન તેમજ શ્રેયાબેનના હસ્‍તે કેજીથી ધો-૧૨માં ૧થી ૩ નંબરે તેમજ બોર્ડમાં ટોપટેન આવેલ વિદ્યાર્થીઓને શિલ્‍ડ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સ્‍કુલના ટ્રસ્‍ટી રવિભાઇ શેખના માર્ગદર્શન હેઠળ સ્‍કુલના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સ્‍કુલના શિક્ષક તેમજ લોકસાહિત્‍યકાર એવા પ્રવિણભાઇ આહિરે પોતાની આગવી શૈલીમાં કર્યુ હતું.

 

(4:37 pm IST)