Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

અમ્રતેશ્‍વર લાફીંગ કલબ દ્વારા ધુળેટી ઉજવણી

અમ્રતેશ્‍વર લાફીંગ કલબ દ્વારા બુધવારે ધુળેટી નિમિતે સવારે જીતેન્‍દ્રભાઇ ઠકકર, જાણીતા થેરાપીસ્‍ટ અને ‘ડોકટર' મંથન ઠકકર, એકયુપંચર ડોકટર દ્વારા આયોજીત હાસ્‍ય સાથે પ્રાણાયામ અને ધ્‍યાનનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવેલ. અરવિંદ વોરા, રાજકોટ ડીસ્‍ટ્રીકટ લાફીંગ કલબના જનરલ સેક્રેટરીના હસ્‍તે તિલક હોળી સાથે કાર્યક્રમની શરૂઆત કરેલ. કાર્યક્રમનું આયોજન અમ્રતેશ્‍વર લાફીંગો કલબના કન્‍વીનર રમેશભાઇ અનડકટ તથા વહીવટી અધિકારી વિનોદભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ. અમ્રતેશ્‍વર લાફીંગ કલબ તથા શહીદ ભગતસિંહ લાફીંગ કલબના મેમ્‍બરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ. રોશનીબેન કુંડલીયા દ્વારા પોસ્‍ટીક નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ.

 

(4:35 pm IST)