Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

કરન્‍સી વીક

રાજકોટઃ બેંક ઓફ બરોડા, રાજકોટ ક્ષેત્રની શાખાઓ દ્વારા કરન્‍સી વીકની ઉજવણી અંતર્ગત શહેરની જુદી-જુદી ૬ શાખાઓમાં સિકકા વિતરણ માટે કરન્‍સી વિક મેલાનું આયોજન કરવામાં આવ્‍યું. જેનું ઉદ્‌ઘાટન જનરલ મેનેજર શ્રી વિજયકુમાર બસેઠા તથા ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રી જે.બી. રોહડા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ તકે બેંક ઓફ બરોડાના રીજનલ મેનેજર શ્રી અંજનીકુમાર સિંગલ તેમજ ડેપ્‍યુટી રીજનલ મેનેજર શ્રી રાકેશકુમાર દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. રાજકોટ મુખ્‍ય શાખાના આસિ.જનરલ મેનેજર શ્રી અરવિંદકુમાર સિન્‍હાએ નાગરિકોને આ મેળાનો લાભ લેવા જણાવ્‍યું હતું.

 

(4:35 pm IST)