Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

૧૩ માર્ચે રાજકોટથી લાલકુઆં (ઉત્તરાખંડ) માટે સ્‍પેશિયલ ટ્રેન દોડશેઃ ટિકિટનું બુકિંગ ૧૦ માર્ચથી

રાજકોટ, તા. ૯ : મુસાફરોની સુવિધા માટે, પશ્‍મિ રેલવે દ્વારા રાજકોટ (ગુજરાત) અને લાલકુઆં (ઉત્તરાખંડ માં નૈનીતાલ જીલા માં આવેલ) વચ્‍ચે વિશેષ ભાડા પર સ્‍પેશિયલ ટ્રેનો ચલાવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્‍યા અનુસાર, આ સ્‍પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર ૦૫૦૪૬/૦૫૦૪૫ રાજકોટ- લાલકુઆં સ્‍પેશિયલ (૨ ટ્રીપ્‍સ)

ટ્રેન નંબર ૦૫૦૪૬ રાજકોટ - લાલકુઆં સ્‍પેશિયલ સોમવાર, ૧૩મી માર્ચ, ૨૦૨૩ના રોજ ૨૨.૩૦ કલાકે રાજકોટ થી ઉપડશે અને બુધવારે ૦૪.૦૫ કલાકે લાલકુઆં પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૫૦૪૫ લાલકુઆં-રાજકોટ સ્‍પેશિયલ, ૧૨મી માર્ચ, ૨૦૨૩, રવિવારના રોજ લાલકુઆં થી ૧૩.૧૦ કલાકે ઉપડશે અને સોમવારે ૧૮.૩૫ કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્‍દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાણ, જાલોર, મોકલસર, સમદડી, લૂની, જોધપુર, મેર્તા રોડ, ડેગાના, મકરાણા, કુચમન સિટી, નવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, મથુરા, મથુરાછાવણી, હાથરસ સિટી, કાસગંજ, સોરોન, બદાયું, બરેલી, બરેલી સિટી, ઇજ્જતનગર, ભોજીપુરા, બહેડી અને કિચ્‍છા સ્‍ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્‍લીપર ક્‍લાસ અને જનરલ સેકન્‍ડ ક્‍લાસ કોચ હશે.

ટ્રેન નંબર ૦૫૦૪૬ માટેનું બુકિંગ ૧૦મી માર્ચ, ૨૦૨૩ થી PRS કાઉન્‍ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્‍ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કળપા કરીને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.ે.

(4:34 pm IST)