Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

‘તુમ મુઝે યુ ભુલા ન પાઓગે' : ડો. કિંજલ પરમાર શનિવારે સંગીતપ્રેમીઓને ડોલાવશે : એસ.એચ. ગ્રુપનું આયોજન

ગીત સંગીતના ચાહકોને વિનામુલ્‍યે પ્રવેશ : પાંચ ભાષાઓનો ઝરૂખો ગીતોમાં રજુ થશે

રાજકોટ તા. ૯ : એસ.એચ. મ્‍યુઝીક ગ્રુપ દ્વારા તા. ૧૧ ના શનિવારે તુમ મુઝે યુ ભૂલા ન પાઓગે' શીર્ષકતળે ડો. કિંજલ પરમારના ગીતોનો કરાઓકે મ્‍યુઝીક કાર્યક્રમ આયોજીત કરાયો છે.

 

અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસ.એચ. મ્‍યુઝીક ગ્રુપના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે તા. ૧૧ ના શનિવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુ ગઢવી ઓડીટોરીયમ હોલ ખાતે આયોજીત તુમ મુઝે યુ ભુલા ના પાઓગે' કાર્યક્રમમાં સંગીત ક્ષેત્રે ડોકટરેટની પદવી હાંસલ કરનાર ડો. કિંજલ પરમાર અને તેમના સંગાથમાં સંજય ટાંક કર્ણપ્રિય ગીતોનો રસથાળ પીરસશે.

ખાસ કરીને નવો પ્રયોગ કહી શકાય તે રીતે આ કરાઓકે ઇવેન્‍ટ દરમિયાન સંસ્‍કૃત, ગુજરાતી, હિન્‍દી, બંગાળી, કન્નડ એમ પાંચ ભાષાઓના સંગમરૂપ ગીતો રજુ કરવાનો નવતર પ્રયોગ હાથ ધરાનાર છે. પાંચ ભાષાઓનો આ ઝરૂખો માણવાનો સંગીતપ્રેમીઓને લ્‍હાવો મળશે.

આ ઇવેન્‍ટમાં લતા મંગેશકર, મુબારક બેગમ, ગીતા દત્ત, આશા ભોસલે, સોનાલી વાજપાઇ, મધુશ્રી, મોનાલી ઠાકુર, શ્રેયા ઘોષાલ, કે. એસ. ચિત્રા, સ્‍વર્ણલથા, જસ્‍પિંદર નરૂલા તેમજ મો.રફી, હેમંતકુમાર, કિશોરકુમાર, ડો. કે. જે. યશુદાસ, એસ.પી. બાલાસુબ્રમણિયમ, શબ્‍બીર કુમાર, હરીહરન, કુમાર શાનુ, અભિજીત દ્વારા ગવાયેલા નવા જુના ગીતો એકધારા (નોન સ્‍ટોપ) રજુ થશે.

અહીં ઉલ્લેખનીય છે કે ડો. કિંજલ પરમાર કરાઓકે ટ્રેક પર ૧૦૧ સીંગરોના ૧૦૧ ગીતો કજુ કરી એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કરી ચુકયા છે. સીંગીંગમાં ડોકરેટ કરેલ છે. ત્‍યારે રાજકોટીયનોને આવા કલાકારને સાંભળવાની તક આ કાર્યક્રમ થકી મળશે. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી કોમલબા જાડેજા કરશે.

રસ ધરાવતા કોઇપણ સંગીતપ્રેમીઓ માટે આ ઓપન ફોર ઓલ કાર્યક્રમ હોય વહેલા તે પહેલાના ધોરણે વિનામુલ્‍યે પ્રવેશ અપાશે. સંગીતપ્રેમીઓએ લાભ લેવા એસ.એચ. મ્‍યુઝીક ગ્રુપના શ્રીમતી હીના ટાંક અને સંજય ટાંકે જાહેર અનુરોધ કરેલ છે.

તસ્‍વીરમાં અકિલા' ખાતે કાર્યક્રમની વિગતો વર્ણવતા એસ.એચ. મ્‍યુઝીક ગ્રુપના સંજય ટાંક, ડો. કિંજલ પરમાર, વિપુલ પરમાર, ગુણવંતલાલ કાનાબાર, ધ્રુવ કાનાબાર નજરે પડે છે.

(4:34 pm IST)