Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

કોર્ટના રેકર્ડ સાથે છેડછાડ કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૯: ડિસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટના રેકર્ડ સાથે ચેકચાર કરવાના ગંભીર ગુન્‍હામાં સેસન્‍સ અદાલતે આરોપીની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ છે.

બનાવની હકીકત એવી છે કે, આ કામના અરજદાર/આરોપી આશિષ પરમાર તથા તેની માતા લાભુબેન પરમાર સામે તા. ૧પ-૧ર-ર૦રર ના રોજ રાજકોટ ડિસ્‍ટ્રીકટ કોર્ટના રજીસ્‍ટ્રારે પ્ર.નગર પો.સ્‍ટે.માં આઇ.પી.સી. કલમ-૪ર૦, ૪૬પ, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૪૬૯, ૪૭૧, ૪૭ર, ૪૭૪, ૪૭પ, ૪૮૪ મુજબ ફરીયાદ નોંધાવેલી હતી.

વધુમાં સેશન્‍સ કોર્ટના હુકમમાં એ પણ જણાવવામાં આવેલ છે કે સમાજ માટે ન્‍યાયની અંતિમ આશાનું કિરણ અદાલત છે. અદાલતના હુકમનું કોઇપણ ન્‍યાયાધિકારના હુકમની બનાવટ કરી ખોટા હુકમો બનાવવા અને તેનો અદાલતમાં કાર્યરત સતાધિકારી સમક્ષ જ ઉપયોગ કરવો એ ખુબ જ ગંભીર કૃત્‍ય છે. વધુમાં અરજદાર તથા તેની માતાનું આવું કૃત્‍ય કોર્ટ અને કાયદા પ્રત્‍યેની તેઓની શ્રધ્‍ધા અને કાયદાના તેઓના માનસમાં રહેલા ડર અને નાગરીક તરીકેના ફરજ પાલના અભાવના ઘોતક છે. આરોપીઓના આવા કૃત્‍યોને સહજતા, સરળતા કે હળવાશથી લઇ શકાય નહીં અને માત્ર પ્રવર્તમાન ગુન્‍હા અંગે વિચારણા કરવી તેટલા પુરતું ગુન્‍હેગારોના કૃત્‍યનું મુલ્‍યાંકન સીમીત રાખી શકાય નહીં.

વિશેષમાં આરોપી લાભુબેન દ્વારા અલગ અલગ માહિતી માંગી કચેરી તરફથી તેમને આપેલ જવાબ બદલી છેડછાડ કરી બનાવટી માહિતી ઉભી કરી અધિકારી, કર્મચારીઓને કનડગત કરેલ છે તે વિરૂધ્‍ધ અગાઉ પણ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે તે હાલ ન્‍યાયીક પ્રક્રિયા હેઠળ છે. આમ આ રીતે અરજદાર/આરોપી આશિષનો પ્રાઇમાફેસી રોલ છે અને તેને તેની માતા સાથે રહી આ

(4:32 pm IST)