Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટ બાર. એસો. દ્વારા રતનપર ખાતે કાલથી બે દિવસ માટે ક્રિકેટ ટુર્ના.નું આયોજન

 

રાજકોટ તા. ૯: રાજકોટ બાર એશોસીએશનની અખબારી યાદીમાં જણાવે છે કે રાજકોટ બાર એશોસીએશન દ્વારા તારીખ ૧૦/૩/ર૦ર૩ અને ૧૧/૩/ર૦ર૩ બે દિવસ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું ભવ્‍ય આયોજન રાજ શકિત ક્રિકેટ કલબ ગ્રાઉન્‍૯-રતનપર ખાતે કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ બાર એશોસીએશનના વકીલોની ક્રિકેટ રમતી ૧ર ટીમોએ ભાગ લીધેલ છે. આ ભવ્‍ય આયોજન માટે રાજકોટ બાર એશોસીએશન દ્વારા સ્‍પોર્ટસ કમીટીની રચના કરવામાં આવેલ છે. જેમાં આ ટુર્નામેન્‍ટને લગતા નીતી નીયમો ઘડેલ છે. લીગ મેચ ૧૦-૧૦ ઓવરના અને સેમીફાઇનલ અને ફાઇનલ મેચ ૧ર-૧ર ઓવરના રમાશે.

આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ લલીતસિંહ જે. શાહી, પુર્વ પ્રમુખ અર્જુનભાઇ એસ. પટેલ, ઉપ પ્રમુખ એન. જે. પટેલ, સેક્રેટરી દિલીપભાઇ એન. જોષી, જોઇન્‍ટ સેક્રેટરી જયેન્‍દ્રસિંહ એફ. રાણા, ટ્રેઝરર કિશોરભાઇ આર. સખીયા, લાયબ્રેરી સેક્રેટરી જયદેવભાઇ જી. શુકલ, કારોબારી સભ્‍ય જીજ્ઞેશ એમ. જોષી, તુલસીદાસ બી. ગોંડલીયા, મહર્ષીભાઇ સી. પંડયા, જયંતકુમાર વી. ગાંગાણી, ગીરીશભાઇ કે. ભટ્ટ, જી. એલ. રામાણી, જી. આર. ઠાકર, બીપીનભાઇ એચ. મહેતા, બીપીનભાઇ આર. કોટેચા, રંજનબા ટી. રાણા તેમજ સ્‍પોર્ટસ કમીટી મેમ્‍બર જે. બી. શાહ, ઇન્‍દ્રસિંહ ઝાલા, સંદિપભાઇ વેકરીયા, ધવલ તન્‍ના, આનંદ રાધનપરા, હીરેનભાઇ શેઠ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

(4:31 pm IST)