Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

દોઢસો ફુટ રોડ સરકારી કવાર્ટરમાં કમ્‍મરના દુઃખાવાથી કંટાળી વૃધ્‍ધાએ એસીડ પી લીધુ

કોકીલાબેનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ,તા. ૯ : દોઢ સો ફુટ રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પિટલની પાછળ સરકારી કવાર્ટરમાં રહેતા વૃધ્‍ધાએ એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ સ્‍ટર્લીંગ હોસ્‍પિટલની પાછળ આવેલ સરકારી કવાર્ટરમાં રહેતા કોકીલાબેન શશીકાંતભાઇ જોશી (ઉવ.૭૦) એ સવારે પોતાના ઘરે હતા. ત્‍યારે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. ઇકબાલભાઇએ હોસ્‍પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં વૃધ્‍ધાએ કમ્‍મરનો દુઃખાવાથી કંટાળી આ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્‍યું છે.

(4:30 pm IST)