Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

પરસાણાનગરના હાર્દિકે ભગવતીપરામાં બનેવીના ઘરે ફિનાઇલ ગટગટાવી લીધું

રાજકોટ તા. ૮: જામનગર રોડ પર પરસાણાનગર મેઇન રોડ પર રહેતાં હાર્દિક નરેશભાઇ રાઠોડ (ઉ.૨૨) નામના યુવાને ધૂળેટીની સાંજે પાંચેક વાગ્‍યે ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતાં બનેવીના ઘરે જઇ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. હાર્દિક પેસ્‍ટ કન્‍ટ્રોલનું કામ કરે છે. તે ભાઇ સાથે બહારગામ ગયો હતો અને ઘરે આવ્‍યા બાદ બનેવી જીજ્ઞેશભાઇના ઘરે જઇ બાથરૂમમાં જઇ પગલુ ભરી લીધુ હતું. હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

વિજયનગરના ઉદયને બા યાદ આવતાં ફિનાઇલ પી ગયો

થોરાળાના વિજયનગર-૯માં રહેતાં ઉદય રમેશભાઇ પરમાર (ઉ.૧૮) નામના યુવાને ધૂળેટીના દિવસે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. તે ધોરણ-૧૦ની બીજીવાર પરિક્ષા આપવા તૈયારી કરી રહ્યો છે. તેના બા ભાવનાબેનનું અગાઉ અવસાન થયું હોઇ તહેવારના દિવસમાં તેને બાની યાદ આવતાં વિયોગમાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(4:28 pm IST)