Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રામાપીર ચોકડીએ રિક્ષાની બેટરી રિપેર કરતી વખતે ધડાકોઃ વિનોદ દાઝી ગયો

રાજકોટ તા. ૯: રૈયાધારમાં રહેતો વિનોદ બાબુભાઇ કુંડીયા (ઉ.વ.૩૦) નામનો રિક્ષાચાલક યુવાન ગત સાંજે રામાપીર ચોકડીએ દેવજીવન હોટેલ નજીક પોતાની સીએનજી રિક્ષામાંથી બેટરી કાઢી રિપેર કરતો હતો ત્‍યારે સ્‍પાર્ક થતાં અને ધડાકા  સાથે ભડકો થતાં મોઢા-છાતીના ભાગે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્‍સ. વિજયભાઇ બાલસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

વિનોદ બે બહેન અને ત્રણ ભાઇમાં મોટો છે અને પત્‍નિનું નામ ગોૈરી છે. તેના માતા સહિતના પરિવારજનો રામાપીર ચોકડી નજીક બકાલુ વેંચે છે. વિનોદ દાઝી જતાં તેને ઓળખતા લોકોએ તેના માતા સહિતને જાણ કરતાં હોસ્‍પિટલે ખસેડાયો હતો.

(4:28 pm IST)