Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

જિલ્લા પંચાયતના પેન્‍શનર્સ કર્મચારીઓની રવિવારે બેઠક

૭ર વર્ષ પૂરા કરનારા કર્મચારીઓને સન્‍માનિત કરાશે

રાજકોટ તા. ૯ :.. જિલ્લા પંચાયત રાજકોટનાં વર્ગ ૩ અને ૪ નાં તમામ સંવર્ગનાં પેન્‍શનર્સ રાજય કર્મચારીઓની મિટીંગ આગામી તા. ૧ર માર્ચ, રવિવારે સવારે ૧૦ કલાકે જિલ્લા પંચાયત ખાતે રાખવામાં આવેલ છે.

આ મિટીંગમાં આવનાર જે પેન્‍શનર્સ કર્મચારીઓને ૭ર વર્ષ પુરા થઇ ગયેલ હોય તેમનું શાલ ઓઢાડીને  સન્‍માન કરવામાં આવશે. ૭ર વર્ષ પુરા થઇ ગયેલ હોય તેવા કર્મચારીઓએ પોતાની વિગત સાદીકોટભાઇને મો. નં. ૯૮૯૮૧ ૦૬ર૪૩ ઉપર અગાઉથી આપવી. આથી વર્ગ ૩ અને ૪ નાં તમામ સંવર્ગનાં પેન્‍શનર્સ કર્મચારીશ્રીઓને આ મિટીંગમાં હાજર રહેવા જણાવાયું છે.

(4:22 pm IST)