Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગુજરાતમાં ક્રાઇમ પૂર્વાચલના રાજ્‍યોની જેમ વધ્‍યો

આઇએએસ અધિકારીઓ ઉપર યુપી-બિહાર માફક હુમલાઓ થઇર રહ્યા છે ત્‍યારે ‘‘ગુજરાત-વાઇબ્રન્‍ટ'' તરીકે નહી બ્‍લકે ગુજરાત ‘‘મોસ્‍ટ ક્રાઇમ સ્‍ટેટ'' તરીકે ઉભરી રહ્યું છે : મહેશ રાજપુત

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે યાદીમાં જણાવ્‍યું છે કે ધરોઈ જળાશયમાં ફિશરીઝ સબસીડી બાબત આઇએએસ અધિકારી પર હુમલો થયો, હોસ્‍ટેજ બનાવાયા અને ડેમના પાણીમાં નાખી દેવાની ધમકી આપી સહીઓ કરાવી લેવાની ઘટના ઉપરથી એ સાબિત થાય છે કે ગુજરાત હવે મોસ્‍ટ ક્રાઈમ સ્‍ટેટ તરીકે ઉભરાયું છે.

 ધરોઈ જળાશય ખાતે ફિશરીઝની સબસિડીને લઈ ઈન્‍સ્‍પેક્‍શન માટે ફિશરીઝ કમિશનર પહોંચ્‍યા હતા. આ દરમિયાન કેટલીક અનિયમીતતાઓ ધ્‍યાને આવતા એ અંગે શંકાઓ ઉપજતા ફિશરીઝ મંડળીઓના સંચાલકોને પૂર્તતા કરવા ફિશરીઝ કમિશનર નીતિન સંગવાને જણાવ્‍યુ હતુ. વડાલીના અંબાવાડા ગામ નજીક આઇએએસ અધિકારી નિતીન સાંગવાન પર હુમલાની ઘટના બની હતી તેવું પ્રસાર માધ્‍યમોથી જાણવા મળેલ છે, જે ઘટનામાં સરકારી સબસિડીની રકમથી ફિશીંગ કરવા માટેના કેઝની ગણતરી હાથ ધરી હતી. જેમાં કેટલીક અનિયમમીતતા જણાઈ હતી. જે પ્રમાણે સરકાર પાસેથી સબસિડી મેળવવામાં આવી હતી, એ  પ્રમાણે સ્‍થળ પર ફિશીંગ કેઝ મોજૂદ હોવાને લઈ આશંકા જણાઈ હતી. સાથે જ સબસિડી રકમ અને મત્‍સ્‍ય ઉત્‍પાદન વચ્‍ચે પણ મોટો તફાવત જોવા મળતા વધુ આશંકાઓ પેદા થઈ હતી.

 જેને લઈ આઇએએસ અધિકારી શ્રી સાંગવાન દ્વારા અનિયમીતતાની પૂર્તતા કરવા માટે જણાવ્‍યુ હતુ. આરોપી શખ્‍શોએ ઈન્‍સ્‍પેક્‍શન કરી રહેલા આઇએએસ અધિકારી નિતીન સાંગવાનને જીવતા પાણીથી બહાર જવુ હોય તો માફીનામુ લખી આપવા માટે ધમકીઓ આપી હતી. અને આરોપીઓએ આઇએએસ અધિકારીને ડેમના પાણીમાં નાંખી દેવાની ધમકીઓ આપી હતી.

આઇએએસ શ્રી સાંગવાનને બળજબરી પૂર્વક લખાણ લખાવીને તેની પર સહીઓ કરાવી લીધી હતી. આરોપી શખ્‍શોએ આ દરમિયાન વધુ ૧૦ થી ૧૨ અધિકારીઓને બોલાવીને પાણીમાં ધાકધમકીઓ આપીને લખાણ લખાવ્‍યુ હતુ. તેવું પ્રસાર માધ્‍યમો દ્વારા જાણવા મળેલ છે આ ઘટના ઉપરથી એ સ્‍પષ્ટ શાબિત થાય છે કે ગુજરાતમાં જો આઇએએસ અધિકારીઓ સલામત ન હોય તો સામાન્‍ય જનતા સલામતી કેવી હશે અને કેવો હાલ થતો હશે ? આઇએએસ અધિકારી ઉપર હુમલો કરનાર સખ્‍શોને કોનું પોલીટીકલ બેકિંગ છે ? તેઓ કોના ઈશારે અને કોના પીઠબળ દ્વારા  આઇએએસ અધિકારી ઉપર હુમલો કરે, હોસ્‍ટેજ બનાવે અને ધમકી આપે!!! ગળહમંત્રી ચહેરો ખુલ્લો કરે તેવી માંગ મહેશભાઈ રાજપુતે કરી છે.

 

(4:21 pm IST)