Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

શહેરમાં કોરોના કેસની હેટ્રીકઃ ગઇકાલે મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

રાજકોટ : શહેરમાં હોળી-ધુળેટીના તહેવારોમાં કોરોનાના કેસ પણ દેખાયા છે. ગઇકાલે સતત ત્રીજા દિવસે ૮૦ ફૂટ રોડ પરની માસ્‍તર સોસાયટીમાં ૭૧ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ  પોઝીટીવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્‍યા છે. મહિલાએ કોરોના રસીના ડોઝ લીધેલ ન હતા અને તેમના ડાયાબીટીઝ પણ છે તેમની કોઇ ટ્રાવેલ હીસ્‍ટ્રી નથી, તેમના ઘરના અન્‍ય ૮ લોકોના રીપોર્ટ નેગેટીવ આવતા વિસ્‍તારમાં હાશકારો અનુભવાયેલ. તેમ મનપાના આરોગ્‍ય વિભાગના સતાવાર સુત્રોએ જણાવ્‍યું હતું.

(4:20 pm IST)