Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

માંડાડુંગરમાં કારખાનામાંથી ૧૬૮ બીયરના ટીન સાથે ચિરાગ લીંબાસીયા પકડાયો

આજીડેમ પોલીસનો દરોડોઃ ર૬ હજારનો મુદ્દામાલ કબજે

રાજકોટ તા. ૯ : માંડાડુંગર પાસે પરશુરામ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોનમાં઼ આવેલ પ્રભા મેટલ કાસ્‍ટ નામના કારખાનામાંથી બીયરના ૧૬૮ ટીન સાથે એક શખ્‍સને આજીડેમ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માંડાડુંગર પાસે પરશુરામ ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોનમાં આવેલા પ્રભા મેટલ કાસ્‍ટ નામના કારખાનામાં બે શખ્‍સો બીયરના જથ્‍થા સાથે આવ્‍યા હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસે દરોડો પાડી પ્રભા મેટલ કાસ્‍ટ નામના લોખંડના કારખાનામાંથી ચિરાગ મનસુખભાઇ લીંબાસીયા (ઉ.ર૮) (રહે. કોઠારીયાગામ પાસે હેરીટેશન સોસાયટી)ને રૂા. ર૬,૮૮૦ ની કિંમતના ૧૬૮ બીયરના ટીન સાથે પકડી લીધો હતો.જયારે પોલીસને જોઇ એક શખ્‍સ નાશી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ.વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.બી.ગઢવી, એ.એસ.આઇ. આર.જે. જાડેજા, હેડ કોન્‍સ હરપાલભાઇ સોલંકી, કોન્‍સ સંજયભાઇ જળુ, મેહુલભાઇ પંડયા દ્વારા કરવામાં આવી હતી.

(4:19 pm IST)