Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

દિલ્‍હી RNIથી રાજકોટ કલેકટરને ખાસ પત્રઃ શહેર-જીલ્લામાં બોગસ અખબાર છે કે કેમ વેરીફિકેશન કરો

૧લી એપ્રિલ પહેલા તમામ વિગતો-ડેટા મોકલી આપવા આદેશોઃ હવે નોટરાઇઝડ નહિ ઓરીજીનલ સર્ટિફીકેટ દેવુ પડશે : માન્‍ય તમામ અખબારોનું ફરજીયાત ડેકલેરેશન કરવાનું રહેશે

રાજકોટ તા. ૯ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબૂએ શહેર - જીલ્લામાંથી બહાર પડતા અખબારો અંગે પત્રકારો સમક્ષ આજે મહત્‍વની વિગતો જણાવી હતી.

તેમણે જણાવેલ કે દિલ્‍હી ‘RNI' માંથી એક ખાસ પત્ર આવ્‍યો છે, કે શહેર - જીલ્લામાં બોગસ અખબાર બહાર પડે છે કે કેમ તેનું વેરીફિકેશન કરો અને ૧લી એપ્રિલ સુધીમાં તમામ વિગતો-ડેટા મોકલી આપવા સૂચના અપાઇ છે.

કલેકટરે જણાવેલ કે માન્‍ય તમામ અખબારોનું ફરજીયાત ડેકલેરેશન કરવાનું રહેશે. તેમજ હવે નોટરાઇઝડ નહિ પરંતુ ઓરીજીનલ સર્ટિફીકેટ દેવું પડશે.

(4:18 pm IST)