Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગાંધીગ્રામની પરિણિતાને ત્રાસ આપવાના ગુનામાં સાસરીયોઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ,તા. ૯ : ગાંધીગ્રામની પરણીતાને સાસરી પક્ષ દ્વારા અપાયેલ દુઃખ ત્રાસના કેસમાં તમામ લોકોનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

અત્રે બનાવની વિગત એવી છે કે તા. ૨૨/૧૧/૨૦૧૯ના રોજ ફરિયાદી તેજલબેનના લગ્ન રવિભાઇ યોગેશભાઇ ચૌહાણ સાથે થયેલા જેમાં તેઓ સંયુકત પરિવારમાં રહેતા હોય અને લગ્ન બાદ સાસરિયા પક્ષ દ્વારા થોડો સમય સારી રીતે રાખવામાં આવેલ ત્‍યારબાદ ફરિયાદીના પતિ રવિભાઇ તથા સસરા યોગેશભાઇ સાસુ અને અનિતાબેન અને નણંદ રક્ષાબેન એમ તમામ લોકો મળી ફરિયાદીને નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક દુઃખ આપતા હતા. એ બાબતની ફરિયાદ ફરિયાદીએ મહિલા પોલીસ સ્‍ટેશનમાં કરેલ મહિલા પોલીસ દ્વારા આરોપી વિરૂધ્‍ધ પુરતો પુરાવો હોય જેથી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

ઉપરોકત આરોપીઓ વિરૂધ્‍ધ કોર્ટમાં કેસ ચાલુ થતા ફરિયાદ પક્ષ દ્વારા કુલ છ સાક્ષીઓ તપાસવામાં આવેલ જે સાક્ષીઓની બચાવ પક્ષ દ્વારા ઉલટતપાસ કરવામાં આવતા તેમાં વિરોધાભાસી પુરાવો આવતા અને શારીરિક માનસિક દુઃખ ત્રાસ બાબતેની સુપ્રીમ કોર્ટ દ્વારા જે કૃતા શબ્‍દ વાપરવામાં આવેલ છે તે ક્રુરતા મુજબ પોતાનો કેસ સાબિત કરી શકેલ નહીં તેમજ ઉપરોકત આરોપીઓએ ખરેખર ફરિયાદીને શારીરિક માનસિક દુઃખ ત્રાંસ આપેલ છે કે કેમ તે સાબિત કરી શકેલ નથી અને બચાવ પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ક્રુરતા બાબતે જે ચુકાદાઓ રજુ કરવામાં આવેલ તે તથા બચાવ પક્ષ દ્વારા જે લેખિત દલીલ અને મૌખિક રજુઆતો કરવામાં આવેલ તે ધ્‍યાને લઇ ઉપરોકત કેસમાં એમ.જે.બ્રહ્મભટ્ટ કોર્ટમાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

ઉપરોકત કેસમાં આરોપી રવિભાઇ યોગેશભાઇ ચૌહાણ, તેમના પરિવાર વતી રાજકોટના એડવોકેટ સંજય એમ.ડાંગર, વિજય જે. ધમર સાગર એન. મેતા, પરેશ વી.ગળધરીયા, મહેશ એલ.સોનારા રોકાયેલા હતા.

(4:17 pm IST)