Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ક્રાઇમ બ્રાંચના નવા નિયમો અંગે રાજકોટના વકીલો દ્વારા મુખ્‍યમંત્રી - ગૃહમંત્રીને રજૂઆત

મોબાઇલ જમા કરાવવા - મંજુરી લેવાના મુદ્દે કમિશનરને પણ રજૂઆત

રાજકોટ, તા.૯: રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં વકિલો કામ અર્થે જાય ત્‍યારે ફોન જમા લઇ અને એપોઇન્‍ટમેન્‍ટ લઇને આવવા નવા નિયમ બનાવેલ હોય આ અંગે યોગ્‍ય થવા વકીલોએ મુખ્‍યમંત્રી ગૃહમંત્રીને તેમજ રાજકોટ પોલીસ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે.

પત્રમાં જણાવાનુ છે કે સમગ્ર ગુજરાતની અંદર પોલીસ કમિશનરશ્રીઓની કચેરીઓ તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીઓ, સ્‍પેશ્‍યલ આઇ.જી.સી.આઇ.ડી., ક્રાઇમ બ્રાંચ, એ.સી.બી.ની બ્રાંચો ગુજરાતમાં અનેક આવેલ છે. અને ઉપરોકત જગ્‍યાઓ જવા માટે રજુઆત કરવા માટે મળવા માટે કોઇ બંધન આખા રાજયમાં નથી.

ગુજરાત રાજયના મુખ્‍યમંત્રીશ્રી પણ ગુજરાતની પ્રજા સીધી મુલાકાત આપે છે જયારે રાજકોટ ક્રાઇમ બ્રાંચે પોતાને મનઘડત નિયમો બનાવેલ છે અને કોઇ વકિલ અરજદાર આ ક્રાઇમ બ્રાંચમાં જાય ત્‍યારે તેમને મોબાઇલ ફોન બહાર મુકાવી મળનારની એપોઇન્‍ટમેન્‍ટ લીધી છે કે કેમ તેવા પ્રશ્‍નો કરવામાં આવે છે.

પોલીસ નોકરી એસેન્‍યસઅયલ છે કોઇ પણ ઘડીએ કોઇપણ વ્‍યકિતને મળવુ જોઇએ અને આવનારની ફરીયાદનો નિકાલ કરવો જોઇએ તે પોલીસની ફરજ છે અને દિવસ અને રાત તેમને પોતાની ફરજ બજાવવાની હોય છે ફરજ ન બજાવે ઘણા પોલીસ અને અધિકારી સામે કાર્યવાહી પણ થયેલ છે.

રાજકોટના ક્રાઇમ બ્રાંચ તોડ પ્રકરણમાં ખુબ જ બદનામ થયેલ છે. ન્‍યુઝ પેપર્સમાં, ઇલેકટ્રોનીક મિડીયામાં ગાંધીનગર સુધી તેના પડઘા પડેલ છે અને અધિકારીઓ સામે કાર્યવાહી પણ થયેલ છે એનો મતલબ એ નથી કે અમુક ખરાબ હોવાથી બધા ખરાબ હોય શકે અને મળવા આવનાર વ્‍યકિત કે અરજદાર ખરાબ હોય શકે તેવુ શકય નથી.

માત્ર ગુજરાતભરમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે પોતાના મનઘડત નિયમ બનાવેલ છે તે દુર કરી પ્રજાલક્ષી કાર્યો કરવા જોઇએ તેવી વકીલોની રજુઆત છે.

(4:16 pm IST)