Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

૪૮ કિલો ગાંજાના કેસમાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૯: ૪૮ કિલો ગાંજાના કેશમાં આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કર્ટે કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, તા. ૧૦/૧૧/ર૦રર ના રોજ રાજકોટ એસ.ઓ.જી. શાખા રાજકોટ ગ્રામ્‍યના પોલીસ અમલદારો પેટ્રોલીંગમાં હતા ત્‍યારે તેઓને ખાનગી રાહે હકીકત મળેલ કે શરીફભાઇ ઇબ્રાહીમભાઇ ભૈયા પોતાના હવાલાવાળા અશોક લેલન્‍ડ ટ્રક નં. જી.જે.૦૩-બીવાય-ર૬૬૪ માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થનો જથ્‍થો રાખી આટકોટથી ગોંડલ તરફ આવનાર છે. તેવી બાતમીના અનુસંધાને પોલીસ અમલદારો વોચમાં રહેલ અને હકીકત વાળુ વાહન પસાર થતા પોલીસે ઉભુ રાખી ચેક કરતા ટ્રકમાંથી ૪૮ કિલો પ૬પ ગ્રામ ગાંજો મળી આવેલ જેથી પોલીસ અમલદારોએ ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ર૦(બી), ર(સી), ર૧ મુજબની ફરીયાદ રજીસ્‍ટ્રરે લીધેલ. ત્‍યારબાદ પોલીસે તપાસ પુરી થઇ જતા પોલીસ અમલદારોએ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલ. આ કામમાં આરોપી સુર્યકાન્‍તા સીમન કોન્‍તાન્‍તીનો બીરોએ રાજકોટના વકીલ શ્રી તુષારભાઇ બસલાણી મારફત સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી ગુજારેલ. જે જામીન અરજીમાં વકીલ શ્રી તુષારભાઇ બસલાણીની દલીલ ધ્‍યાને લઇ આરોપી સુર્યકાન્‍તા સીમન કોન્‍તાતીનો બીરોની જામીન અરજી ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ જજે મંજુર રાખેલ અને આરોપીને રૂા. ૧પ૦૦૦/-ના શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી તેમના વકીલશ્રી તુષારભાઇ બસલાણી, મનીષભાઇ કોટક, એઝાઝભાઇ જુણાચ, અલીઅસગર ભારમલ, સંજયભાઇ મહેતા તથા જુનીયર કલાર્ક તરીકે વત્‍સલ ચાવડા, દીપ, બસલાણી તથા હાર્દીક બસલાણી રોકાયેલા હતા.

(4:13 pm IST)