Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટના રૈયાના સર્વે નં. રપ૦ ની ૩૦૦ કરોડની જમીનના બોગસ ડોકયુમેન્‍ટના કેસમાં આગોતરા જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૯ : રાજકોટના રૈયાના સર્વે નં.રપ૦ ની આશરે ૩૦૦ કરોડ રૂપીયાની જમીનના બોગસ સાટાખત બનાવનાર આરોપીના આગોતરા જામીન રદ કરવાનો રાજકોટની સેશન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

સદર ગુન્‍હાની હકીકત એવી છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ શહેરમાં સમાવેશ થયેલ રૈયાના ખાતા નં.૧૪ ના સર્વે નં.રપ૦ પૈકી ર હે.આરે.૧ર-૧૪-૦૬ ની જમીન ગાયત્રીનગર કો.ઓ. હા. સોસાયટી લી.ના પ્રમુખ દરજજે રાજેન્‍દ્રભાઇ પ્રભુદાસ જણાસીએ દસ્‍તાવેજ અનુક્રમ નં. પ૯૩પ, તા.૧૪/૦૬/ર૦૦પ થી ખરીદ કરેલ હતી. અને સદરહું જમીનના રેવન્‍યુ રેકર્ડમાં ગાયત્રીનગર કો.ઓપ.હા.સોસાયટી લી.ની નોંધ પણ કરાવવામાં આવેલ હતી. ત્‍યારબાદ સને ર૦૦૪ થી સદરહુ જમીન જે સરકારી હોવા બાબતે કલેકટર કચેરી રાજકોટ ખાતે સુવોમોટો કેસ ચાલતો  હતો અને જેમાં સને ર૦૧૧ ની સાલમાં મુળ ખાતેદાર તથા ત્‍યારબાદના ઉતરોતર એટલે કે ગાયત્રીનગર કો.ઓ.હા.સોસાયટી લી.ની રેવન્‍યુ એન્‍ટ્રી રદ કરવામાં આવેલ હતી અને જેની સામે ગાયત્રીનગર કો.ઓ.હો.સોસાયટી લી. દ્વારા એસ.એસ.આર.ડી.(મહેસુલ સચિવ વિવાદ)માં અપીલ કરવામાં આવેલ જેમાં કલેકટર સાહેબ રાજકોટના હુકમને યોગ્‍ય ઠેરવેલ હતો જેથી ફરીયાદી ગાયત્રીનગર કો.ઓ.હા.સોસાયટી લી.એ નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે સીવીલ અરજી નં. ૧૧૯૧૬/ર૦૧૮ થી દાખલ કરેલ જે કેસ હાલ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ છે. અને જેમાં એસ.એસ.આર.ડી.(મહેસુલ સચિવ વિવાદ) ના હુકમ સામે મનાઇ હુકમ ફરીયાદીને મનાઇ હુકમ મળેલ.

ગત તા.૧૬/૭/ર૦ર૧ ના રોજ આરોપી મહેશ ગોવિંદભાઇ પટેલે જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરેી જેમાં રૈયાના ખાતા નં. ૧૪ ના સર્વે નં.રપ૦ પૈકી ર હે.આરે. ૧ર-૧૪-૦૬ ની જમીન તેઓએ તા.૧૧/૩/ર૦૧૧ ના રોજ અવેજ ચુકવી નોટરાઇઝ બાનાખત કરી આપેલ હોવા બાબતે જાહેર નોટીસ આપેલી અને જે નોટીસ મુળ ફરીયાદી ગાયત્રીનગર કો.ઓપ.હા.સોસાયટી લી.ના પ્રમુખના ધ્‍યાનમાં આવતા તેઓએ સદરહુ જાહેર નોટીસ અંગેની તપાસ કરતા કહેવાતા બાનાખતમાં ગાયત્રીનગર કો.ઓપ.હા. સોસાયટી લી.ના સભ્‍યોની બોગસ સહીઓ કરી બોગસ બનાવટી બાનાખત ઉભુ કરેલ હોય ફરીયાદીએ તા.ર૮/૧ર/ર૦૧૧ ના રોજ પોલીસ કમિશ્‍નર સાહેબને લેખીતમાં વિગતવાર ફરીયાદ આપેલી ત્‍યારબાદ તા.ર૧/૧/ર૦ર૩ ના રોજ ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમા બોગસ બનાવટી બાનાખત ખરા તરીકે રજુ કરી ગાયત્રીનગર કો.ઓપ.હા. સોસાયટી લી.ના કુલ ૩૭પ સભ્‍યોની કિંમતની જમીન તકરારી કરવાના ગુન્‍હાની લેખીત ફરીયાદ (૧) મહેશભાઇ ગોવિંદભાઇ પટેલ (ર) રમેશકુમાર આંબાલાલ પટેલ (૩) સુનીલકુમાર દલપતસિંહ ઠાકોરનાઓ સામે લેખીત ફરીયાદ કરેલી.

આથી આરોપીઓ (૧) મહેશભાઇ ગોવિંદભાઇ પટેલ (ર) રમેશકુમાર આંબાલાલ પટેલ (૩) સુનીલકુમાર દલપતસિંહ ઠાકોર વિગેરેનાઓએ રાજકોટની સેશન્‍સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરેલી જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિત કલોલાએ સમગ્ર પ્રકરણનો ઉંડો અભ્‍યાસ કરીને દલીલ કરેલ હતી કે આરોપીઓએ રૈયાની કિંમતી જમીન પચાવી પાડવા માટે પ્રિપ્‍લાનીંગ હોય અને સમગ્ર કિંમતી જમીનને તકરાર બનાવી આર્થિક લાભ મેળવવા માટેનો હેતુ  હોય, તેમજ આરોપીઓએ એકસંપ કરી પુર્વયોજીત કાવતરૂ કરીને બોગસ અને બનાવટી બાનાખત બનાવેલ હોય આરોપીને આગોતરા જામીનમુકત નહી કરવા નામદાર સેશન્‍સ કોર્ટ સમક્ષ દલીલ કરેલ હતી. જે ધ્‍યાને લઇ નામદાર સેશન્‍સ કોર્ટે તમામ આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજુર કરેલી.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિત વી.કલોલા રોકાયેલા હતા. તેમજ મુળ ફરીયાદી ગાયત્રીનગર કો.ઓપ.હા.સો.લી. વતી અનીલભાઇ દેસાઇ તથા કમલેશભાઇ શાહ રોકાયેલ હતા

(4:11 pm IST)