Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

સામુ કેમ જોવો છો? કહી વૃધ્‍ધ દંપતિ પર હુમલો

પીપળીયા હોલ પાસે વાલકેશ્વર સોસાયટીમાં બનાવ : બાબો, મુકેશ, અમિત સહિતનાએ ધોકાવાળી કરી

રાજકોટ તા. ૯: પીપળીયા હોલ નજીક વાલકેશ્વર સોસાયટી-૨માં રહેતાં લાભુબેન કાળુભાઇ ગોહેલ (ઉ.વ.૬૪) અને તેમના પતિ કાળુભાઇ રત્‍નાભાઇ ગોહેલ (ઉ.વ.૭૦) પર પડોશમાં જ રહેતાં બાબો ભરવાડ, મુકેશ ભરવાડ, અમિત બાબુભાઇ અને અજાણ્‍યાએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

લાભુબેને જણાવ્‍યું હતું કે સવારે પોતે ફળીયામાં તુલસી ક્‍યારે દિવો કરી રહ્યા હતાં ત્‍યારે પડોશી બાબાએ તમે કેમ સામુ જોવો છો? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પતિ વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરી હતી અને મકાન ખાલી કરી ભાગી જવા ધમકી આપી હતી. અગાઉ પણ આ રીતે માથાકુટ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:09 pm IST)