Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ધૂળેટીમાં જાહેરમાં લોકોને ધરાર રંગ ઉડાડનારાઓના પોલીસે સીન વીંખ્‍યા

રાજકોટઃ શહેરમાં રંગોના પર્વ ધૂળેટી પર્વની ઉમંગભેર ઠેકઠેકાણે ઉજવણી થઇ હતી. રેસકોર્ષ રીંગ રોડ પર ખુબ મોટી સંખ્‍યામાં લોકો રંગે રમવા ઉમટી પડયા હતાં. આ પૈકી કેટલાક શખ્‍સોએ લોકોને ધરાર રંગ ઉડાડતાં આવા શખ્‍સો પોલીસની નજરે ચડી જતાં પોલીસે પોતાની રીતે જાહેરમાં પુછતાછ કરી આવા શખ્‍સોને કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

(4:08 pm IST)