Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

છેલ્લા ૧૫ દિ'માં શહેરના વિવિધ વિસ્‍તારમાંથી રખડતા ૬૭૧ પશુઓને ઢોર ડબ્‍બે પૂર્યા

કાશીવિશ્વનાથ, છોટુનગર, મોરબી રોડ, લક્ષ્મીવાડી સહિતના વિસ્‍તારોમાં મનપાની એ.એન.સી.ડી. શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૯ : શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી મનપા તંત્ર દ્વારા રસ્‍તે રખડતા અને અડચણરૂપ કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવ્‍યા હતા.

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરના વિસ્‍તારો કાશીવિશ્વનાથ એપાર્ટમેન્‍ટ, રૈયાધાર મેઈન રોડ, હરીનગર, ગોપાલચોક, બંસીધરપાર્ક, રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર, ઘનશ્‍યામનગર તથા આજુબાજુમાંથી ૪૮ પશુઓ તથા શાષાીનગર, ઈન્‍દીરાનગર, ચંદનપાર્ક, ઘંટેશ્વર, મહાલક્ષ્મી સોસાયટી, સમૃદ્ધિ સોસાયટી, કીડવાઈનગર, ધર્મરાજપાર્ક, ધરમનગર મેઈન રોડ, મારવાડીવાસ, સોમનાથ રેસીડેન્‍સી વિગેરે વિસ્‍તારમાંથી ૪૯ પશુઓ પકડવામાં આવ્‍યા હતા.

જ્‍યારે માધાપર ગામ, યોગરાજનગર, નાગેશ્વર, બજરંગવાડી, ગાંધીગ્રામ, છોટુનગર મેઈન રોડ, મોચીનગર, અક્ષરનગર મેઈન રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા, માધાપર ગામ વિગેરે વિસ્‍તારમાંથી ૪૬  પશુઓ, ૮૦ ફૂટ રીંગ રોડ, સત્‍યમપાર્ક, સંતકબીર રોડ, જુનો મોરબી રોડ, બાલક હનુમાન પેડક રોડ, મયુરનગર મેઈન રોડ, રાજારામ સોસાયટી, શક્‍તિ સોસાયટી, બેડીપરા રોડ, રામનાથપરા મેઈન રોડ, ભાવનગર મેઈન રોડ વિગેરે વિસ્‍તારોમાંથી ૨૭ પશુઓ ઢોર ડબ્‍બે પૂર્યા હતા.

આ ઉપરાંત હંસરાજનગર, ઘનશ્‍યામ રેસીડેન્‍સી, ખોડીયારનગર, આંબેડકર મેઈન રોડ, મોટા મવા મેઈન રોડ, તાલુકા પોલીસ સ્‍ટેશન સામે, કણકોટ પાટીયા, વિસ્‍તાર, વિગેરે વિસ્‍તારોમાંથી ૪૩ પશુઓ તથા અન્‍ય વિસ્‍તારોમાંથી મળી રખડતા અને અડચણરૂપ કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવેલ છે.

(4:07 pm IST)