Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

આવતા સપ્તાહે મનપાનું જનરલ બોર્ડઃ અનેક ચર્ચાતા નામો વચ્‍ચે ડે. મેયર તરીકે કોનુ નામ જાહેર કરાશે?

૧૮મી આસપાસ મળનાર સામાન્‍યસભામાં પ્રશ્નોતરી પણ થશેઃ બે દીવસમાં એજન્‍ડા પ્રસિધ્‍ધ

રાજકોટ તા. ૯ : મનપાનું જનરલ બોર્ડ દર બે માસે મળે છે, ત્‍યારે આ મહિનામાં મેયર દ્વારા તા. ર૦ સુધીમાં સામાન્‍ય સભા બોલાવામાં આવશે જનરલ બોર્ડમાં લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે છે જે મુજબ આવતા અઠવાડીયે સામાન્‍ય સભા મળવાની સંભાવના છે.

જનરલ બોર્ડમાં ડેપ્‍યુટી મેયરની ચુંટણી યોજવાની પણ ઉજળી શકયતાઓ છે થોડા દિવસ પહેલા જ ડે.મેયર ડો. દર્શીતા શાહે પાર્ટીના આદેશ મુજબ રાજીનામુ આપતા બાકી રહેલ ટર્મના છ માસ માટે નવી નિયુકતી પણ કરવામાં આવી શકે છ.ે આ અંગે પ્રદેશની ગાઇડ લાઇન આવ્‍યે જાહેર કરવામાં આવશેનું ભાજપના પદાધિકારીઓએ જણાવ્‍યું હતું.

ડે.મેયર માટે ચર્ચાતા નામો

મનપાની ડે.મેયર તરીકેની ટર્મ પુરી થવામાં હજી ૬ મહિનાની વાર છે, ત્‍યારે મનપાની લોબીમાં અનેક નામની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે જેમાં બાકીના સમય માટે જો મહિલાની નિમણુંક કરવામાં આવે તો નયનાબેન પેઢડીયા, ડો. દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, વર્ષાબેન રાણપરા, દેવુબેન જાદવ તથા જયશ્રીબેન ચાવડાના નામો ચાલી રહયા છે. જો કે આવતી ટર્મમાં મેયર માટે મહિલા અનામત હોવાથી જો ડે. મેયર તરીકે મહિલા આવે તો તે છ માસ માટેજ હોદા ઉપર રહેશે.

જયારે પુરૂષની નિમણુંક ડે.મેયર પદે કરવામાં આવ ેતો તે હાલની ટર્મ અને બીજી ટર્મ એમ કુલ ૩ વર્ષ સુધી રહે તેવી પ્રબળ સંભાવનાઓ રહેલી છે. પુરૂષ કોર્પોરેટરોમાં અશ્વિન પાંભર, નીતીન રામાણી, કેતન પટેલ, પરેશ પીપળીયાના નામો ચર્ચાય રહયા છે.

જો કે શાસકો અને ભાજપના હોદ્દેદારો દ્વારા નામ અંગેની સમગ્ર પ્રક્રિયાની પ્રદેશમાંથી ગાઇડ લાઇન મુજબ જ કરવામાં આવતી હોવાનું જણાવાયું હતું.

(4:04 pm IST)