Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ચેપીરોગના સુપર સ્‍પેશીયાલીસ્‍ટ ડો. આકાશ દોશીની હોસ્‍પિટલનો શુભારંભ

કોરોનાકાળમાં નોંધપાત્ર રીસર્ચ કરનાર ડો. આકાશ દોશી પાંચ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા તબીબ

રાજકોટ તા. ૯ : સૌરાષ્‍ટ્રના એક માત્ર ચેપી રોગોના સુપર સ્‍પેશીયાલિસ્‍ટ, ડો. આકાશ દોશીની નવી હોસ્‍પિટલનો પાંચમો માળ, શ્રધ્‍ધા આંખની હોસ્‍પિટલ બિલ્‍ડીંગ, કોહિનૂર એપાર્ટમેન્‍ટ પાસે, ઇન્‍દિરા સર્કલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ મુકામે તા. ૧૨-૩-૨૦૨૩ રવિવારથી શુભારંભ થઇ રહ્યો છે.

ડો. આકાશ દોશીએ M.B.B.S. અને M.D. Medicine નો અભ્‍યાસ શ્રીમતિ એનએચએલ મ્‍યુનિસિપલ મેડીકલ કોલેજમાંથી કરેલ તથા Infectious Diseases માં ફેલોશિપ હિન્‍દુજા હોસ્‍પિટલ, મુંબઇથી કરેલ. વાડીલાલ સારાભાઇ, એલઆઇડી હોસ્‍પિટલ, પી.ડી.હિન્‍દુજા હોસ્‍પિટલ - મુંબઇ, સેલ્‍બી હોસ્‍પિટલ-અમદાવાદ, એચ.જે.દોશી હોસ્‍પિટલ - રાજકોટ, વોકહાર્ટ હોસ્‍પિટલ - રાજકોટ જેવી નામાંકીત હોસ્‍પિટલોમાં સેવા આપેલ છે. વિવિધ પ્રકારના ૧૫૦૦૦થી વધુ ચેપી રોગોના દર્દીઓનું યોગ્‍ય નિદાન અને સારવાર કરેલ છે. જેવા કે અજ્ઞાત મૂળનો તાવ, વારંવાર પેશાબમાં ચેપ, ઓનકોલોજી દર્દીમાં ચેપ, ડાયાબિટીસ અને સંધીવાના દર્દીઓમાં ચેપ, હાડકા, કરોડરજ્જુ અને સાંધાના ચેપ, ટ્રાન્‍સપ્‍લાન્‍ટ, એચ.આઇ.વી. અને ટીબીના દર્દીઓ તપાસવાનો બહોળો અનુભવ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી સમયે ડો. આકાશ દોશીએ જાણીતા ઇન્‍ફેકશન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. અતુલ પટેલના માર્ગદર્શન તળે રીસર્ચની અસરકારક કામગીરી કરેલ. કોરોના દર્દીઓમાં શરીરમાં થતાં ફેરફારો, મ્‍યુકર માઇક્રોસીસ સહિતના રોગો અંગે રીસર્ચ કરેલ.

સૌરાષ્‍ટ્ર ઇન્‍ફેકસીયસ ડીઝીસ કલીનીકમાં મળતી વિવિધ પ્રકારની સેવાઓ જેવી કે ઓપીડી, ઇન્‍ડોર, ઇસીજી, પ્રોઓપરેટીવ, હેલ્‍થ ચેકઅપ, રાજકોટ બહારના દર્દી માટે ઓનલાઇન કન્‍સલ્‍ટેશનની સુવિધા પોર્ટેબલ ઇસીજીની સુવિધા મળશે.

(3:54 pm IST)