Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

વિશ્વ મહિલા દિનની શુભ ઘડીએ અવતરેલી દિકરીઓને સોનાની ચુકનું વિતરણ

રાજકોટ : ગૌપ્રેમી અને પૂર્વ કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. આ દિવસે અવતરેલી દિકરીઓને તેમના તરફથી સોનાની ચુક અને રૂ.૧૦૦ ની ભેટ અપાઇ હતી. શહેરની જુદી જુદી હોસ્‍પિટલો પર જઇને તેમણે પોતાની ટીમ સાથે જઇને દિકરીઓને આ અનોખી ભેટનું વિતરણ કર્યુ હતુ. તે સમયની તસ્‍વીરો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:52 pm IST)