Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

પીઠડીયા-ભુણાવા-ડુમીયાણી ટોલનાકા પ્રશ્‍ને કલેકટર કચેરીમાં બપોર બાદ ખાસ બેઠક

૬૦ કિ.મી.નો રેસીયો હોય ગમે તે એક ટોલનાકુ રદ્દ થવાની શકયતા....

રાજકોટ તા. ૯: કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે પીઠડીયા-ભુણાવા-ડુમીયાણી આ ત્રણેય ટોલનાકા અંગે વિસ્‍તૃત રજુઆતો બાદ આજે વધુ એક વખત રોડ સેફટીની બપોર બાદ મીટીંગ યોજાઇ છે, જેમાં ફાઇનલ નિર્ણય લેવાઇ જશે.

અત્રે એ નોંધનીય છે કે નેશનલ હાઇવે અને કેન્‍દ્ર સરકારના નિયમો મુજબ બે ટોલનાકા વચ્‍ચે ૬૦ કિ.મી.નું અંતર હોવું જરૂરી છે, ઉપરોકત ત્રણેય ટોલના કી.મી. આ અંતર જળવાતું ન હોય આ સંદર્ભે વાહન ચાલકો હેરાન-પરેશાન થતા હોય, કલેકટર સમક્ષ થોડા દિવસો પહેલા વિસ્‍તૃત રજુઆતો થઇ હતી, આ પ્રશ્‍ને આજે કલેકટરે ફરી મીટીંગ બોલાવી છે, અને ૬૦ કિ.મી.નો રેશીયો જાળવવા ઉપરોકત ત્રણમાંથી એક ટોલનાકુ રદ્દ થાય તેવી શકયતા હોવાનું બહાર આવ્‍યું છે.

(3:51 pm IST)