Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

સ્વસ્તિક સ્કુલમાં વૈદિક હોળી ઉત્સવની ઉજવણી

ગીરગંગા પરિવારના સહયોગથી ગોબર સ્ટીકનો ઉપયોગ ઃ પર્યાવરણલક્ષી નિર્ણય

રાજકોટ: પ્રદુષણ ન વધે અને પર્યાવરણનું જતન થાય તેવા હેતુથી ગીરગંગા પરિવારના સહયોગથી સ્વસ્તિક સ્કુલમાં વૈદિક હોળી ઉત્સવ મનાવાયો હતો. વૃક્ષોનું છેદન અટકે તે હેતુથી અહીં ગોબર સ્ટીકનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી હતી. સમગ્ર સોસાયટી અને વિદ્યાર્થીઓએ સાથે મળી આ પ્રેરક આયોજન કર્યુ હતુ. ગોબર સ્ટીકથી વાતાવરણની પણ શુધ્ધિ થાય છે તેવો સંદેશો પ્રસરાવાયો હતો. ભારતીય સંસ્કૃતિના જતનનો પ્રાયોગીક અનુભવ વિદ્યાર્થીઓને કરાવાયો હતો. આ માટે સ્વસ્તિક સ્કુલવતી ડાયરેકટર અલ્પેશભાઇ  જોષી, જીતેષભાઇ આસનાની, હર્ષ પંડયા, અક્ષય, ભાવાર્થ, પરમ, રીપ, ક્રીશ, શ્રેયાંશ, કેવલ, ધ્યેય, યશ, પ્રિન્સ, કુલદીપ, નંદન, હર્ષ અને ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા બદલ ખેડુત આગેવાન અને ગીરગંગા પરિવારના ટ્રસ્ટી દીલીપભાઇ સખીયાનો સ્વસ્તિક સ્કુલ દ્વારા આભાર વ્યકત કરાયો હતો.

(3:50 pm IST)