Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

હોળી - ધૂળેટીના દિવસોમાં ૧૧ હજાર સહેલાણીઓએ પ્રદ્યુમન પાર્ક ઝુ નિહાળ્‍યું

રાજકોટ : મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનમાં હોળી-ધુળેટીનાં તહેવાર દરમિયાન કુલ ૧૧,૨૬૨ સહેલાણીઓએ રાજકોટ પ્રાણીઉદ્યાનની મુલાકાત કરી હતી તેમ, મેયર ડો. પ્રદિપ ડવ,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ,મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા અને ગાર્ડન અને ઝું કમીટીના ચેરમેન અનીતાબેન ગૌસ્‍વામીએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મુલાકાતીઓ ખુબજ મોટી સંખ્‍યામાં પધારતા હોય છે. ખાસ કરીને હોળી અને ધુળેટીના દિવસોમાં મુલાકાતીઓની વિશષ ભીડ રહી હતી. ધુળેટીના દિવસે જાહેર રજા હોય બહોળી સંખ્‍યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારેલ. જેમાં તા. ૭ તથા તા.૮ એમ બે જ દિવસમાં કુલ ૧૧,૨૬૨ સહેલાણીઓ પધારતા મહાનગરપાલિકાને રૂા.૩,૦૧,૧૯૫ની આવક થયેલ છે.(

(3:49 pm IST)