Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

જીએસઇસીએલ દ્વારા સિક્કા ખાતે ૫૨મા રાષ્‍ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી

રાજકોટ : જી એસ ઈ સી એલ ટી પી એસ  સીક્કા ૫૨ મો રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉત્‍સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં પાવર સ્‍ટેશનના વડા અને મુખ્‍ય અતિથિ એ.એન.પટેલ દ્વારા સુરક્ષા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું  મુખ્‍ય ઇજનેર શ્રી એ.એન.પટેલ  તેમજ વીશેષ મુખ્‍ય ઇજનેર અને ફેક્‍ટરી મેનેજર શ્રી એચ.ડી.મુંધવા દ્વારા સેફટી બેઝ તથા સેફટી પોસ્‍ટરનું  વિમોચન કરવામાં આવ્‍યું હતું એ.સી. પ્રોજેક્‍ટ શ્રી આર.પી.બંધારા દ્વારા જી.એસ.ઇ.સી.એલ.ના એમ.ડી નો સેફટી અંગે નો સંદેશો વાંચી સંભળાવવામાં આવ્‍યો હતો જી.ઇ.બી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સેફટી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમાં શિક્ષકોનો પણ સહકાર રહેલો હતો કેમીસ્‍ટ શ્રી યુ.બી.જોશી અને ટીમ દ્વારા સેફટી ડ્રામા રજૂ કરવામાં આવ્‍યો હતો ગત વર્ષનો સેફટી અહેવાલ ઇન્‍ચાર્જ સેફટી ઓફિસર શ્રી એ.જે.ધારૈયા દ્વારા રજૂ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે ડી.આઇ.એસ.એચ. જામનગર કચેરીના ઇન્‍ચાર્જ ડેપ્‍યુટી ડાયરેક્‍ટર કે. એ.રાવલ ઉપસ્‍થિત રહ્યા હતા તેમના દ્વારા સુરક્ષા અંગે પ્રેરણાત્‍મક પ્રવચન આપવામાં આવ્‍યું હતું ફેક્‍ટરી મેનેજર શ્રી એચ.ડી.મુંધવા દ્વારા કામદારોને સુરક્ષાના સાધનો વાપરવા અને સુરક્ષાને પ્રથમ અગ્રીમતા આપવા તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું મુખ્‍ય ઇજનેર શ્રી એ.એન પટેલ દ્વારા અકસ્‍માત બનતો અટકાવવા માટેના પગલાં વિશે તેમજ સુરક્ષિત કામગીરી કરવાની પદ્ધતિ વિશે તેમનાં સંબોધન માં જણાવ્‍યું  હતું આ કાર્યક્રમમાં એ.સી.પ્રોજેક્‍ટ શ્રી આર.પી બંધારા એ.સી મેકેનિકલ બી.જી. ચૌધરી એ.સી ઇલેક્‍ટ્રિક એન.આર. પટેલ  ઇન્‍ચાર્જ એ.સી સિવિલ આર.જી.શેખવા એ.સી. સોલાર કે. બી. ચૌહાણ ડી.જી.એમ. કે.બી.સોલંકી  સી.ઓ.એ. પી.જી.બાવીસી  મેડિકલ ઓફિસર ડો.ટી.જે.રાદડિયા સી.આઇ.એસ.એફ. ના આસિસ્‍ટન્‍ટ કમાન્‍ડર શ્રી હરભજનસિંઘ ડીસીસી સિમેન્‍ટ કંપનીના સેફટી હેડ વાય.જે  વિઠલાણી એલ એન્‍ડ ટી સોલાર નાં વી.આર.થાનુ સિક્કા ટી.પી.એસ.ના અધિકારી તથા કર્મચારીગણ, રીકિએશન ક્‍લબના હોદ્દેદારો,તેમજ કોન્‍ટ્રાક્‍ટર કામદારો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર. કોટક દ્વારા પ્રતિજ્ઞા  લેવડાવવામાં આવી હતી સાથે સુરક્ષા સાધનોનું ડેમોસ્‍ટ્રેશન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્‍યા હતા આભાર વિધિ ઇ.સેફટી ઓફિસર એ જે.ધરૈયા દ્વારા કરવામાં આવી હતી તેમ એન.ડી ત્રિવેદીની યાદીમાં ઉમેરાયું છે.

(3:49 pm IST)